Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

અકસ્માત ઝોન બનેલા મોરબી-રાજકોટ હાઇવે પર ર૪ કલાકમાં ૩ અકસ્માત

કન્ટેનર અને ટ્રક પલ્ટી ખાઇ ગયાઃ બે કાર સામસામી અથડાઇઃ ફોર લેનની ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકોમાં રોષ

મોરબી તા. ૧: મોરબી રાજકોટ હાઇવે ફોર લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે જોકે ગોકળ ગલતિએ ચાલતી કામગીરીથી લોકોમાં રોષ ફેલાયો છે તો સાથે જ હાઇવે નિર્માણ કામગીરી સમયે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે જેમાં ર૪ કલાકના સમયમાં હાઇવે પર ત્રણ ત્રણ અકસ્માતો સર્જાયા છે.

અકસ્મકાત ઝોન સમાન બની ગયેલા મોરબી રાજકોટ હાઇવે પર પ્રથમ અકસ્માત લજાઇ ગામ પાસે સર્જાયો હતો જેમાં કન્ટેનર પલટી મારી ગયું હતું તે ઉપરાંત બીજા અકસ્માતમાં ટંકારા નજીક લાકડા ભરેલો ટ્રક પલટી જતા લાકડાનો ઢગલો રોડ પર થયેલ જોવા મળ્યો હતો આ બે અકસ્માત ઉપરાંત ત્રીજો અકસ્માત હાઇવે પરના કાગદડી ગામ નજીક સર્જાયો હતો જેમાં બે કાર સામસામે અથડાઇ હતી જે અકસ્માતમાં એક કારમાં બોનેટમાં ઘણું નુકશાન થયું હતું જયારે બીજી કાર પલટી મારી ગઇ હતી જોકે સદનસીબે ત્રણ અકસ્માતોના બનાવમાં જાનહાની થવા પામી નથી અને નાની મોટી ઇજા થતા ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા પરંતુ હાઇવે નિર્માણ સમયે વધી રહેલા અકસ્માતો રોકવા તંત્ર ગંભીર બને તેવી લોકમાંગ પ્રબળ બની છે.

(11:39 am IST)