Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

મોરબીમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક અને ગંદકી કરનાર ૮૬ વેપારીઓ ર૦ હજારનો દંડ

મોરબી, તા.  ૧ : મોરબી નગરપાલિકાના સેનિટેશન વિભાગના કૃષ્ણસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ, ધીરૂભાઈ સુરેલા અને જનકસિંહ સહિતની ટીમ દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ઝુંબેશ અંતર્ગત ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઝુંબેશ શરુ કરવામાં આવી છે જેમાં જયાં ત્યાં ગંદકી ફેલાવતા વેપારીઓ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરનાર વેપારીઓને દંડ ફટકારી રહ્યા છે ઝુંબેશ અંતર્ગત પ્રથમ દિવસે ૩૦ વેપારીઓને ૧૪,૫૦૦ નો દંડ, ગઈકાલે ૨૬ વેપારીઓને ૨૬૦૦ નો દંડ અને આજે પાલિકાની ટીમ દ્વારા ૩૦ વેપારીઓને ૩૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે વેપારીઓને દંડ ફટકારવા ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી ઉપરાંત ગંદકી કરનાર વેપારીઓ સામે પાલિકાના સેનિટેશન વિભાગે લાલ આંખ કરી છે.

(11:38 am IST)