Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જામનગરમાં મહિલા તબીબની સાસરિયાના ત્રાસ અંગેની ફરીયાદ નહી લેતા મહિલા ASI સસ્પેન્ડ

પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવાતા મહિલા તબીબે સમગ્ર ઘટના સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી

 

જામનગર જામનગરમાં સાસરિયાઓના ત્રાસ અંગેની મહિલા તબીબની ફરિયાદ નહીં લેવાતા મહિલા એએસઆઈને સસ્પેન્ડ કરાયા છે અંતે સાસરિયાઓએ ત્રાસ ગુજારી મહિલા તબીબ પર અત્યાચાર ગુજાર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.પતિના અનૈતિક સંબંધ અને બાળકનો કબ્જો તેમજ સાસરિયાઓનો ત્રાસ વધી જતાં તેણીએ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે

જોકે પોલીસ દ્વારા ફરિયાદ નહીં લેવાતા મહિલાએ સમગ્ર ઘટના સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હતી. જેને લઇને ફરિયાદ લેવામાં આનાકાની કરનાર મહિલા એએસઆઇને એસપીએ સસ્પેન્ડ કરી આકરૂ પગલુ ભર્યુ છે.

  અંગે મળતી વિગત મુજબ શહેરની આયુર્વેદ યુર્નિવસિટીની હોસ્પિટલમાં મહિલા તબીબ અને યોગ ટીચર તરીકે કાર્ય કરતા ડૉ. પુનમબેન ચિરાગભાઇ બાબરીયાના લગ્ન નવ વર્ષ પહેલા શહેરના ન્યુ આરામ કોલોનીમાં રહેતા હાલ એસ.ટી. રોડ પર સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્ષમાં ફિઝીયોથેરાપીસ્ટ તરીકે કામ કરતા ચિરાગ વેલજીભાઇ બાબરીયા સાથે થયા હતા. જે લગ્ન દરમિયાન ઓમ નામના પુત્રનો જન્મ થયો હતો. લગ્નના થોડા વર્ષો સુધી સારી રીતે રાખ્યા પછી છેલ્લા બે વર્ષથી સિતમ ગુજારવાનું શરૂ કરાયું હતું. પતિ ચિરાગને અન્ય સ્ત્રી હેતલ પટેલ નામની સ્ત્રી સાથે અનૈતિક સંબંધો થઇ ગયા હોવાથી સાસુ - સસરા પણ તેમાં સાથ સહકાર આપતા હતા અને ડો. પુનમનબેનને ઘરમાંથી હાંકી કઢાઇ હતી અને પુત્ર ઓમને પણ ઝુંટવી લેવાયો હતો.

  બનાવ પછી પતિ - પત્ની વચ્ચે અનેક વખત ખટરાગ ચાલતો હતો અને તારા માવતરે થી વધુ દહેજ લઇને આવા દબાણ કરાતું હતું અને પુત્ર ઓમને પણ મળવા દેતા હતા છેલ્લા આઠ માસથી પુત્રનું મોઢું પણ જોવા મળ્યું હતું. દરમિયાન ગત 29મી તારીખે સાંજના સમયે પુનમબેન તેમના પતિ પાસે ગયા હતા અને પુત્રને મળવાની ફરીથી માંગણી કરી હતી. સમયે ઝપાઝપી થઇ હતી અને ગાડીનો કાચ તુટી ગયો હતો. જે કાચ પુનમબેનના હાથમાં લાગતા લોહી લુહાણ થઇ ગયા હતાં

  બનાવ બાદ તેઓને જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બનાવ પછી પુનમબેને પોતાના પતિ, સાસુ હંસાબેન અને સસરા વેલજીભાઇ સામે ફરિયાદ કરવા માટે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો પરંતુ પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા મહિલા .એસ.આઇ. અસ્મિતાબેન નિમાવત કે જેઓ ફરિયાદ લેવામાં આનાકાની કરતા હતા અને સતત બે દિવસ સુધી પોલીસ સ્ટેશને ધક્કા ખવડાવ્યા હતા અને આખરી હારી થાકીને પુનમબેને સમગ્ર મામલો સોશીયલ મીડિયામાં ફરતો કરી દીધો હતો. જેની જાણ પોલીસ વડાને થઇ હતી.

  દરમિયાન ગઇકાલે પુનમબેન બાબરીયા જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરી સમગ્ર આપવીતી વર્ણવી હતી. તેથી મહિલા .એસ.આઇ.ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. જયારે મહિલા પોલીસ મથકમાં તેઓની ફરિયાદ નોંધવા આદેશ કરાતા પુનમબેનની ફરિયાદના આધારે તેમના પતિ ચિરાગ, સાસુ હંસાબેન અને સસરા વેલજીભાઇ સામે આઇ.પી.સી. કલમ 498, 323, 504, 114 અને દહેજ ધારાની કલમ 4 મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.જે. પાડરને સોંપી દેવાઇ છે. સોશિયલ મીડિયા દ્વારા મહિલાને ન્યાય મળ્યો હોવાનું સાબિત થયું છે.

(10:22 pm IST)