Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પાટણના કુશલ ઠક્કર દ્વારા નેશનલ-ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં ડેમોસ્‍ટ્રેશન

પાટણ તા.૧: પાટણ જીલ્લાના ‘‘અકિલા''ના પત્રકાર જયંતિભાઇ ઠક્કરના ભાણેજ કુશલ ઠક્કરે જુદા-જુદા વિષયો ઉપર રિસર્ચ કર્યુ છે.

કુશલ ઠક્કર સાયકોલોજીના રિસર્ચ તથા નેશનલ ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સોમાં રિસર્ચ પેપરનું ડેમોસ્‍ટ્રેશન કરે છે. ૨૦૧૮માં  પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા આયોજિત નેશનલ કોન્‍ફરન્‍સમાં બેસ્‍ટ પેપર પ્રેઝન્‍ટ માટે મેડલ મળેલ છે. અત્‍યાર સુધીમાં અનેક કોન્‍ફરન્‍સમાં રિસર્ચ પેપર રજુ કર્યા છે. પાટણની ભગવાન ઇન્‍ટરનેશનલ સ્‍કૂલમાં મોટીવેશન સ્‍પીકર તરીકે સેવા આપે છે. અને વિવિધ સ્‍થળોએ લેકચર આપે છે.

કુશલ ઠક્કર દ્વારા જુદા-જુદા વિષયોના લેખ પણ લખવામાં આવે છે. વધુ વિગત માટે (મો. ૯૯૨૫૪૯૧૦૦૫) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:08 pm IST)