Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સરગવાડાની સીમમાંથી ૪૭૩ બોટલ તથા જૂનાગઢમાં બે જગ્યાએથી પ૭૪ બોટલ દારૂ પકડાયો

ક્રાઇમ બ્રાંચ અને સી. ડીવીઝન પોલીસનાં દરોડાથી બુટલેગરોમાં ફફડાટ

જૂનાગઢ તા. ૧ :.. સરગવાડાની સીમમાંથી ક્રાઇમ બ્રાંચે ૪૭૩ બોટલ અને જૂનાગઢમાં બે જગ્યાએથી સી. ડીવીઝન પોલીસે પ૭૪ બોટલ દારૂ પકડી પાડતા બુટલેગરોમાં હલચલ મચી ગઇ છે.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં દારૂની બદી ડામવા માટે કાર્યવાહી કરવા આઇ.જી. પી. ડો. રાજકુમાર પાંડીયન અને એસ.પી. નિલેશ જાજડીયાની સુચનાથી  પોલીસે દારૂ અંગે દરોડા પાડવાની કવાયત શરૂ કરી છે.

જેના ભાગરૂપે ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી. આઇ.  આર. કે. ગોહીલ તેમજ સ્ટાફનાં ભરત સોનારા, સબીરખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા, રોહીત ધાધલ તેમજ દિવ્યેશ ડાભી વગેરેએ જૂનાગઢ તાલુકાનાં સરગવાડા ગામની સીમમાં પુંજા ઘેલા મકવાણાના કબ્જામાંથી રૂ. ૧.૮૯ લાખનો ૪૭૩ બોટલ દારૂ જથ્થો પકડી પાડયો હતો.

ક્રાઇચ બ્રાંચે પુંજા ઘેલાની ધરપકડ કરી તેનાં વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત જૂનાગઢમાં ઇવનગર રોડ પર આવેલ મગફળી સંશોધન કેન્દ્ર નજીકની જગ્યાએ રાત્રે સી.ડીવીઝનના પી. એસ. આઇ. બી. કે. વાઘેલા તેમજ એએસઆઇ ઉમેશ વેગડા, કેતનભાઇ, કે. એમ. સોલંકી, વિપુલસિંહ, યુવરાજસિંહ, રમેશભાઇ અને બાબાભાઇ સહિતનાં સ્ટાફે દારૂ અંગે દરોડો પાડયો હતો.

અહીંથી પોલીસે રબારી કાના અમરા તેમજ અન્ય શખ્સોના કબ્જામાંથી રૂ. ૧,૪૭,ર૦૦ ની કિંમતના ઇંગ્લીશ દારૂની ૩૬૮ બોટલ કબ્જે કરી હતી.

પરંતુ આ કાર્યવાહી દરમ્યાન બુટલેગરો હાજર નહિ મળી આવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

તેમજ સી. ડીવીઝનનાં ખીમજીભાઇ સોલંકી તથા ઉમેશ વેગડા સહિતનાં સ્ટાફે પી. એસ. આઇ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સીટી બસ કોલોનીમાં રહેતા નારણ ઉર્ફે બાલો ચના રાડાનાં હાઉસીંગ સોસાયટીમાં આવેલ  બંધ મકાનમાં દરોડો પાડયો હતો.

આ દરોડામાં પોલીસે રૂ. ૮ર,૪૦૦ ની કિંમતના વિદેશી દારૂની ર૦૬ બોટલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આમ પોલીસે એક જ રાતમાં ત્રણ જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતા  દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(1:56 pm IST)
  • વનડે રેકિંગમાં નેપાળ,નેધરલેન્ડ,સ્કોટલેન્ડ અને યુએઈનો આઇસીસીએ કર્યો સમાવેશ :જોકે આ ટીમોના રેકિંગમાં સામેલ થવાથી ટોચની 12 ટીમોના રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી :નેધરલેન્ડની ગયા વર્ષે જયારે અન્ય ત્રણ ટીમોને આ વર્ષે વનડે રમવાનો દરજ્જો મળ્યો છે access_time 1:06 am IST

  • સુરત બિટકોઈન કૌભાંડ મામલો : જીજ્ઞેશ મોરડિયા, ઉમેશ ગોસ્વામી, મનોજ ક્યાડાને કોર્ટમાં રજૂ કરાયા : ત્રણેય આરોપીઓની ગઈકાલે થઇ હતી ધરપકડ : 155 કરોડના બિટકોઈન લૂંટમાં હતાં સામેલ : શૈલેષ ભટ્ટના કહેવાથી થઇ હતી અપહરણ-લૂંટ : જીજ્ઞેશ પાસેથી 25 કરોડના બિટકોઇન-9 કિલો સોનુ જપ્ત access_time 2:55 pm IST

  • ખેડા:યાત્રાધામ વડતાલના ગોમતી તળાવમાં 25 વષર્ય યુવક ડુબ્યો : સુરતનો રહેવાસી યુવક પરીવાર સાથે વડતાલ દશર્ન કરવા આવ્યો હતો : ચકલાસી પોલીસને જાણ કરાતા ફાઈયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે : ફાયર બ્રિગેડ ઘ્વારા ડૂબેલ યુવકની શોધખોળ ચાલુ access_time 8:34 pm IST