Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સાયલાનાં ઢીકવાળી ગામમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ

વઢવાણ તા.૧: સાયલાના ઢીકવાળી ગામે ખેત મજુરી કરતા પરિવારની સગીરાને રાત્રીના સમયે લલચાવી ફોસલાવીને ઢીકવાળી ગામે રહેતા મંછારામ ઉર્ફે બાબુભાઇ પુરૂષોતમભાઇ બાવજીએ અપહરણ કરીને રાજકોટ તરફ લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતું.

આ બનાવ અંગે સાયલા પોલીસે ફરીયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજપરમાં સગીરાને ભગાડી ગયાની ફરીયાદ

ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે રહેતો શેેલેષભાઇ આર.કોળી નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી ને ભગાડીને લઇ ગયા હતા. આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં સગીરાની માતા એ શૈલેષભાઇ કોળી સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:53 pm IST)