Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સુરેન્દ્રનગરના બજાણામાં ૬પ વર્ષના હનીફખાન મલેકની હત્યા કરનાર ૩ ઝડપાયા

વઢવાણ, તા., ૧: સુરેન્દ્રનગર જીલ્લાનાં બજાણામાં પ્રૌઢની હત્યા કરનાર ત્રણ શખ્સો ઝડપાયા છે. જયારે એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહીતી મુજબ સાંજના સમયે ચાર શખ્સો હનીફખાન હબીબખાન મલેક કામલપુર મોહસીન શા ભીખુશા છાબલી, અમજદ ખાન દરીયાખાનમલેક, કોમલપુર અને ભીખુશા ચાંદશા દિવાન, છાબલી છરા અને લાકડી સહીતના સાધનો સાથે ઇકબાલ ખાન પર હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન બચાવવા માટે વચ્ચે પડેલા એના પિતા રહેમતખાન રાસાજી મલેક હુમલાનો ભોગ બન્યા હતા.

આ હુમલામાં છાતીના ડાબા પડખે હનીફખાન હબીબખાન મલેકે છરીનો જોરદાર ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડતા મોત નિપજયું હતું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ કેસની તપાસ કરતા બજાણા પીએસઆઇ સી.કે.ખરાળી, મનીષભાઇ અઘારા અને શ્યામજીભાઇ સહીતના પોલીસ સ્ટાફે આ કેસમાં હનીફખાન ઉર્ફે હનીયો હબીબ ખાન મલેક, કામલપુર અને મોહશીનશા ભીખુશા ફકીર અને એના પિતા ભીખુશા ફકીર રહે. બન્ને છાબલીને ઝબ્બે કર્યા હતા અને નાસી છુટેલા અમજદખાન દરીયાખાન મલેક, કામલપુરને પકડવા માટેના તમામ પ્રકારના  ચક્રો ગતીમાન કર્યા છે.

(1:53 pm IST)