Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ટંકારા પાસે એસટી બસ અને રીક્ષા અથડાતા રીક્ષાના ડ્રાઇવર ભગવાનભાઇ ભરવાડનું મોત

ટંકારા તા.૧: મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લખઇ ચોકડી પાસે એસ.ટી. બસ અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થતા રીક્ષા ડ્રાઇવરનુ઼ ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ છે.

મોરબી હાઇવે ઉપર લખઇ ચોકડી પાસે, મોરબી ભાવનગર એકસપ્રેસ બસનં. જી.જે. ૧૮ ઝેડ ૨૩૫૧ અને રાજકોટથી પ્લાયવુડ ભરી રાજકોટ થી મોરબી તરફ આવતી છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થયેલ જેમાં છકડો રીક્ષાનો બુકડો બોલી ગયેલ છે. રીક્ષા ચાલક ભગવાનજીભાઇ ભરવાડનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજેલ છે.

ઘટનાની જાણ થતા સુરેશભાઇ ઠોરીયા અને વિક્રમભાઇ આહિર દોડી ગયેલ અને પી.એમ. માટે મૃતદેહને ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.

(1:49 pm IST)
  • વનડે રેકિંગમાં નેપાળ,નેધરલેન્ડ,સ્કોટલેન્ડ અને યુએઈનો આઇસીસીએ કર્યો સમાવેશ :જોકે આ ટીમોના રેકિંગમાં સામેલ થવાથી ટોચની 12 ટીમોના રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી :નેધરલેન્ડની ગયા વર્ષે જયારે અન્ય ત્રણ ટીમોને આ વર્ષે વનડે રમવાનો દરજ્જો મળ્યો છે access_time 1:06 am IST

  • બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે : 4 જૂનના યોજાશે ચેરમેન,વાઇસ ચેરમેનની ચૂંટણી : અઢીવર્ષની ટર્મ પુર્ણ થતા યોજાશે ચૂંટણી : શંકર ચૌધરી છે બનાસડેરીના ચેરમેન : ડેરીની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો : ફરી શંકર ચૌધરી ચેરમેન બને તેવી પ્રબળ શક્યતા access_time 8:35 pm IST

  • યુપીઃ નાયબ મુખ્‍યમંત્રી દિનેશ શર્માનો બફાટ : સીતાજીનો જન્‍મ ટેસ્‍ટ ટયુબ બેબી થકી થયો હતો : મહાભારત-રામાયણ કાળમાં લાઇવ ટેલીકાસ્‍ટથી લઇને ટેસ્‍ટ ટયુબ બેબી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો access_time 4:57 pm IST