Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ભાવનગરની સરટી હોસ્‍પિટલમાં નર્સની ભૂલના કારણે બાળક સ્‍મશાન ઘાટે પહોંચ્‍યુ : તબિબો સામે આક્ષેપો

ભાવનગર તા. ૧ : ભાવનગરની સરટી હોસ્‍પિટલમાં પ્રસૃતિગૃહની બેદરકારી સામે આવી છે. વલભીપુરનાં થાપનાથ ગામની મહિલાનું મૃત બાળકની ઓળખાણની ચીઠ્ઠીમાં પિતાનું નામ અલગ હોવાથી બે દિવસથી હોસ્‍પિટલ વિવાદમાં છે બીજા દિવસે પણ હોસ્‍પિટલ સ્‍પષ્ટ નથી કરી શક્‍યું કે બાળક આખરે કોનું છે. ત્‍યારે આજ તો પોલીસ અરજી બાદ મોડી રાત્રે ડીવાયએસપી દોડી આવ્‍યા અને અંતે ડોક્‍ટરો અને પરિવારના નિવેદન બાદ ડીએનએ ટેસ્‍ટ પર સમગ્ર મામલો આવીને અટક્‍યો છે. જોકે હવે ડીએનએ ટેસ્‍ટ બાદ ખબર પડશે આ બાળક એજ પરિવારનું છે કે પછી બીજા કોઇનું.

ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાનાં થાપનાથ ગામનું કોળી સમાજનું પરિવાર પોતાની ઘરની વહુને ડીલીવરી કરવા માટે શહેરની સરટી હોસ્‍પિટલ લાવ્‍યું હતું. ડીલવરી વહેલી કરવાની હોવાથી સીજેરિયન કરાયું અને બાળક નાજૂક હોવાથી પીડીયાત્રિક રૂમમાં રાખવામાં આવ્‍યું હતું. બાદમાં બાળકનું મોત થતા પરિવારને સોપ્‍યું અને પરિવાર ઘરે લઇ પહોંચી ગયું અને દફન વિધિ સમયે બાળકના પગ પર લગાવેલી ચીઠી જોતા પિતાનું નામ અલગ હતું.

પરિવાર પરત હોસ્‍પિટલ આવ્‍યો અને બાળક તેમનું નહી હોવાનું કહેતા વિવાદ થયો. બીજા દિવસે પણ હોસ્‍પિટલનો સ્‍ટાફ માનવા તૈયાર નથી. કારણ કે પરિવારનો આક્ષેપ છે કે કોઈ નર્સ દ્વારા એવું કહેવામાં આવ્‍યું છે કે મરી ગયેલું બાળક તેમનું નથી. હવે વિવાદ વકરતા ડીવાયએસપીને હાજરી આપવી પડી અને પરિવાર અને હોસ્‍પિટલ સાથે વાર્તાલાપ પછી નિર્ણય કર્યો છે કે ડીએનએ ટેસ્‍ટ આવ્‍યા બાદ હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જો કે પરિવાર દ્વારા ગઈકાલે નિલમબાગ પોલીસમાં અરજી કરવામાં આવી છે કે તેમનું બાળક બદલાઈ ગયું છે અને ડોક્‍ટરની ઘોર બેદરકારી છે

ભાવનગરના ડીવાયએસપી મનીષ ઠાકરે જણાવ્‍યું હતું કે હોસ્‍પિટલ ખાતે જે બાળક બદલાઈ જવાની અરજી લેવાઈ છે તેને બીજા દિવસે મુલકાત લઇ બંને પક્ષની મુલાકાત લીધી છે. બંને પક્ષ એક બીજાની વાત કરી છે અને નક્કી કર્યું છે કે હવે ડીએનએ ટેસ્‍ટ કરાવવામાં આવે. ત્‍યારબાદ નક્કી થશે કે બાળક કોનું છે.

રાજુભાઈ ચુડાસમાની પત્‍ની કાજલબેન પ્રસૃતા હોઈ અને ૩૦ તારીખે હોસ્‍પિટલમાં ડીલીવરી માટે આવ્‍યા હોવાનું પરિવારજનોનું કહેવું છે જયારે અપાયેલા મૃત બાળક પર લગાવેલી ચીઠીમાં તારીખ ૨૪ હોઈ અને પીતાનાં નામ પણ અલગ હોવાને પગલે પરિવાર હવે બાળક તેમનું હોવાનું સ્‍વીકારવા તૈયાર નથી. પરિવારનું એવું પણ કેહવું છે કે મૃત અપાયેલું બાળક બેબી છે અને તેમના ઘરે બાળકનો જન્‍મ થયેલો છે. જો કે હોસ્‍પિટલના સત્તાધીશો નર્સ દ્વારા ચીઠી બદલાવતા હોવાનું ભૂલી ગયાનું ગાણું ગાય છે.

ડોક્‍ટરે જણાવ્‍યું હતું કે બાળકના મગજનો વિકાસ નહી હોવાથી તેને પીડીયાત્રિક રૂમમાં રખાયું હતું જેથી તેની માતાને જાણ કરવી જરૂરી હતી નહી તેની તબિયત લથડે તેવી સ્‍થતિ હોવાનું હતું. ડોક્‍ટરે વકરેલા વિવાદ બાદ નિવેદન આપ્‍યું હતું કે તેમના સ્‍ટાફ દ્વારા એવું કશું પરિવારને નથી કેહવામાં આવ્‍યું કે તેમનું બાળક જીવિત છે. જવાબદાર અધિકારીઓ અને ડોક્‍ટરો સમગ્ર ઘટનાને પગલે ડીવાયએસપી હોવા છતાં ફોન સ્‍વીચ ઓફ કરી દીધા હતા. મામલો પત્‍યા બાદ સુપ્રીટેનડન્‍ટ હાજરી આપી હતી જો કે હાલ તો રેસીડેન્‍સી ડોકટરે નિવેદન આપીને લૂલો બચાવ કર્યો છે બાકી હોસ્‍પિટલ હજુ એ તો સ્‍પષ્ટ નથી જ કર્યું કે આખરે બાળક કોનું?

ભાવનગર સર ટી હોસ્‍પિટલના રેસીડેન્‍સી ડોક્‍ટર જુહી પટેલે જણાવ્‍યું હતું કે ૨૯ તારીખે જે કાજલ બેનનું બેબી ડીલીવર થયું છે તેમાં અમે તાત્‍કાલિક સીજેરિયન કર્યું છે અને બેબીને તાત્‍કાલિક પીડીયાત્રિક રૂમમાં મોકલ્‍યું છે. પીડીયાત્રિક રૂમમાં બાળક મૃત્‍યું પામ્‍યું એટલે તેની માતાને કહેવું મુશ્‍કેલ હતું માટે અમે જાણ કરી હતી. તેમના પરિવારનો આક્ષેપ છે કે અમે કોઈએ કીધું છે કે બાળક તેમનું ન હતું. પરંતુ તેમના પરિવારના આરોપો પાયાવિહોણા છે અમારામાંથી કોઇએ આમ કહ્યું નથી.

ભાવનગરની સરટી હોસ્‍પિટલમાં વારવાર વિવાદ સર્જાતો રહ્યો છે અને ડોક્‍ટર નર્સોની બેદરકરીઓ સામે આવી છે ત્‍યારે હાલ સમગ્ર મામલમાં રોમાંચકતા આવી રહી છે અને મામલો વધુ સસ્‍પેંસ બનતો જાય છે હવે સત્‍ય શું તે ડીએનએ રીપોર્ટ બહાર લાવશે અને આખરે બાળક કોનું તેના પરથી પડદો ઊંચકાશે.

(1:26 pm IST)
  • સુરત બિટકોઈન કૌભાંડ મામલો : જીજ્ઞેશ મોરડિયા, ઉમેશ ગોસ્વામી, મનોજ ક્યાડાને કોર્ટમાં રજૂ કરાયા : ત્રણેય આરોપીઓની ગઈકાલે થઇ હતી ધરપકડ : 155 કરોડના બિટકોઈન લૂંટમાં હતાં સામેલ : શૈલેષ ભટ્ટના કહેવાથી થઇ હતી અપહરણ-લૂંટ : જીજ્ઞેશ પાસેથી 25 કરોડના બિટકોઇન-9 કિલો સોનુ જપ્ત access_time 2:55 pm IST

  • બ્લેકમનીની માહિતી આપનારને મળશે 5 કરોડ સુધીનું ઇનામ : કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે : વિગત આપનારનું નામ ગુપ્ત રાખવા કોડ અપાશે : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નવી સ્કીમ લાગુ કરી છે જેમાં કાળું નાણુંની માહિતી આપનારને ઇનામ મળશે : સીબીડીટીએ આઇટી ઈન્ફોરમેશન રીવોર્ડસ સ્કીમ જાહેર કરી છે બ્લેકમની અંગે માહિતી આપનારને 5 કરોડ સુધીનું ઈનામ મળશે ફોરેન બ્લેક મની કેસમાં 1 ટકાનું રીવોર્ડ મળશે અને આ અંગેની માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવા કોડ અપાશે access_time 1:04 pm IST

  • વાયરલ વીડિયોમાં ગોવિંદા સ્ટાઈલથી ડાન્સ કરતા આ વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ભોપાલની એક એન્જીનીયરીંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે કે તેઓએ ડાન્સની કોઈ ટ્રેનિંગ લીધી નથી :અને 80ના દાયકામાં મધ્યપ્રદેશના બેસ્ટ ડાન્સરનો એવોર્ડ મેળવ્યો હતો access_time 1:07 am IST