Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ભાણવડના સેવક દેવળીયામાં જાનથી મારી નાખવાની ધમકી

ભાણવડ, તા. ૧ :. ભાણવડના સેવક દેવળીયા ગામે રહેતા ફરીયાદી રફીક ઈભરામભાઈ ધુંધા (ઉ.વ. ૨૮) ઉપસરપંચ હોય જેથી ગામમાં જર્જરીત કોમ્‍યુનીટી હોલ હોય તે તોડી આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવાનું હોય જેની નોટીસ બજાવવા જતા આરોપી (૧) જુમા રાણાભાઈ ધુંધા (૨) અદાભાઈ હાજીભાઈ ધુંધા (૩) હુસેન હાજીભાઈ ધુંધા (૪) હાજીભાઈ રાણાભાઈ ધુંધા આ ત્રણેય એ કહેલ કે આરોગ્‍ય કેન્‍દ્ર બનાવવા નહી દયે તેમ કહી ભુંડી ગાળો આપો જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરીયાદ રફીકભાઈ ધુંધા (ઉપસરપંચ)એ ઉપરોકત આરોપીઓ વિરૂદ્ધ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઈજા

કલ્‍યાણપુરના રાણ ગામે રહેતા ખેતશીભાઈ નાગડાભાઈ મોવર (ઉ.વ. ૩૨) પોતાનુ મો.સા. જીજે ૧૦ સીબી ૧૬૭૨વાળુ રાણ ગામેથી જોગવડ જવા નિકળેલ ત્‍યારે આરાધના ધામ નજીક પહોંચતા એક મો.સા. નં. જીજે ૩૭ સી ૬૬૦૪ના ચાલકે ગફલતભરી રીતે ચલાવી હડફેટે લેતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમા ખેતશીભાઈ મોવરને ઈજા થતા સારવાર ખસેડાયા હતા. પગમાં ફ્રેકચર જેવી ઈજા થતા ખેતશીભાઈ મોવરે આરોપી જીજે ૩૭ સી ૬૬૦૪ના ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માર માર્યો

કલ્‍યાણપુરના ભોગાતના ફરીયાદી રેશ્‍માબેન પટેલીયા (ઉ.વ. ૨૧)ને લગ્નજીવન દરમિયાન આરોપી (૧) મુનાભાઈ નુરમામદ ઈસમાણી (૨) નુરમામદ હુસેન ઈસમાણી (૩) જુલુબેન નુરમામદ ઈસમાણી (૪) શહેનાઝ નુરમામદ ઈસમાણી રહે. બધા માંગરોળવાળાને દુઃખ ત્રાસ આપી શારીરીક-માનસિક ત્રાસ આપી ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદ રેશ્‍માબેન પટેલીયાએ ઉપરોકત સાસરીયાઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા ઝડપાયા

ભાણવડના વાનવડ ગામે જુગાર રમતા આરોપી (૧) નાથાભાઈ માધાભાઈ વાઘેલા (૨) મનસુખ મંગાભાઈ વેગડ (૩) મનસુખ રાણાભાઈ ધુળા (૪) મનસુખ શંકરભાઈ બાટી (૫) ગોવિંદ નથુભા ધુળા રોકડા રૂા. ૭૮૨૦ સાથે પકડાઈ આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફીનાઈલ પીધી

દ્વારકાના દેવપરા ગામે રહેતા નિતુબેન ભાવેશભા માણેક (ઉ.વ.૨૦) ઘરે રસોઈ બનાવતા ત્‍યારે મોડુ થઈ જતા પતિ સાથે બોલાચાલી થતા લાગી આવતા નિતુબેન ફીનાઈલ પી જતા સારવારમાં ખસેડવામા આવેલ છે.

(1:01 pm IST)
  • પાકિસ્તાન છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારે બીજીવાર પોતાનો કાર્યકાળ પૂરો કર્યો : મોટાભાગે દેશની સેનાએ જ શાસન કર્યું હતું :પાકિસ્તાનની પીએમએલ (એન )સરકારે પાંચ વર્ષ પુરા કર્યા :સંસદીય મામલાના મંત્રાલયે 31મી મેના મધ્યરાત્રીએ 14મી નેશનલ એસેમ્બલી ભંગ થયાની જાહેરાત કરી છે: હવે 25મી જુલાઈએ સામાન્ય ચૂંટણી સુધી દેશનું કાર્યવાહક વ્યવસ્થા સંચાલન કરશે access_time 12:55 am IST

  • રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત :સિહોરની જીઆઇડીસી ન,1 નજીક ત્રિપલ સવારી બાઈકને અજાણ્યા વાહને અડફેટે લીધું :બે ના મોતની આશંકા :લોકોના તોલા એકત્ર થયા ;અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો access_time 12:09 am IST

  • યુપીઃ નાયબ મુખ્‍યમંત્રી દિનેશ શર્માનો બફાટ : સીતાજીનો જન્‍મ ટેસ્‍ટ ટયુબ બેબી થકી થયો હતો : મહાભારત-રામાયણ કાળમાં લાઇવ ટેલીકાસ્‍ટથી લઇને ટેસ્‍ટ ટયુબ બેબી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો access_time 4:57 pm IST