Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

તાપમાનમાં ઘટાડો-વાદળા વધ્‍યાઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કન્‍ટ્રોલ રૂમ કાર્યરત

આટકોટ પંથકમાં ખેતરોમાં વરસાદી પાણી :.. આટકોટ-જસદણ : જસદણ તાલુકાના કેટલાંક ગામડાઓની ગત ગુરૂવારની સાંજ મીની વાવાઝોડા સાથે તોફાની સાંજ બની ગઇ હતી લાંબા સમયથી ગરમીથી લોકો ત્રાહીમામ થઇ ગયા હતાં. પરંતુ ગત સાંજ એ ગરમીમાં રાહત સાથે થોડું નુકશાન પણ કરાવ્‍યું હતું. આટકોટ, કાનપર, ખારચીયા, દડવા, ઇશ્વરીયા જેવા ગામોમાં ગત સાંઝૈ વરસાદ સાથે મીની વાવાઝોડુ ફુંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતાં. અગાસીની પાળાપીઠ પડી ગઇ હતી. નળીયા, પતરા ઉડી ગયા હતાં. પશુઓ બાંધવાના ફરજાઓ ધરાશાયી થઇ ગયા હતાં. અને ખેતર-વાડીઓમાં પાણી ભરાયા હતાં.

રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવામાનમાં પલ્‍ટો આવ્‍યો હોય તેમ ચોમાસા પહેલાની ગતિવિધી કાર્યરત થઇ હોય તેવું  વાતાવરણ છવાઇ ગયુ છે. બુધવારે સાંજે લીંબડી પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્‍યા બાદ ગઇકાલે જસદણના આટકોટમાં તથા અમરેલી જીલ્લાના ચાવંડમાં વાવાઝોડા સાથે વરસાદ  વરસ્‍યો હતો.

જો કે આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ યથાવત છે  અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

ત્‍યારે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રાજય સરકાર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા આવ્‍યા છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો યથાવત  છે જો કે સુરેન્‍દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો નીચે ઉતરતો નથી. અહી મહત્તમ તાપમાન ૪૩.૭ ડીગ્રી નોંધાયુ હતું.

જયારે રાજકોટ ૪૧.૯, અમરેલી ૪૧.૮, ડીસા ૪૧.૬, કંડલા એરપોર્ટ ૪૧.૪, અમદાવાદ ૪૧.૧, ગાંધીનગર ૪૧.૦, વલ્લભ વિદ્યાનગર ૪૦.૮, ભાવનગર અને ન્‍યુ કંડલા ૪૦.૧, વડોદરા ૩૯.૦, દ્વારકા ૩પ.૩,  પોરબંદર ૩૪.૬, વેરાવળ ૩૪.૦ મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

પ્રભાસ પાટણ-વેરાવળ

વેરાવળ-પ્રભાસ પાટણ :.. ૧૧૦ કિ. મી. જેટલો વિશાળ સમુદ્ર તટ ધરાવતા ગીર  સોમનાથ જીલ્લામાં આગામી ચોમાસામાં ઉભી થનાર સંભવીત પુર-વાવાઝોડાની સ્‍થિતિને પહોંચી વળવાં આગોતરા આયોજન રૂપે આજ પહેલી જૂનથી જીલ્લામાં ફલડ કન્‍ટ્રોલ રૂમ કાર્યરત થઇ ધમધમતા થયા છે.

ગીર સોમનાથ ફીસરીઝ વિભાગે ત્રણ સીફટમાં અને ૪૦ કર્મચારીઓ સાથેનો રાઉન્‍ડ-ધ-કલોક કન્‍ટ્રોલ રૂમ પ્રારંભ કર્યો છે જેના સંપર્ક નંબર ૦ર૮૭૬ ર૪૭ર૮ર છે.

ડેપ્‍યુટી ડાયરેકટર ફીસરીઝ જગદીશ ટંડેલ અને આસી. સુપ્રી. ફીસરીઝ એસ. એન. સયાણીએ જણાવ્‍યું અમે ૪૦ કર્મચારીઓ ઉપરાંત ૧૦ અધિકારીઓની ટીમને બંદર વાઇઝ જવાબદારીઓ સોંપી છે કે જેઓ દરિયામાં કે દરિયાકાંઠે વાવાઝોડા કે કોઇ ઇમરજન્‍સી ઉભી થાય તેવી ખબર તેઓ મીડીયા કે ટીવીમાં જૂવે કે તુરત જ વિધીવત હુકમની રાહ જોયા વગર સ્‍થળાંતર, કિનારે દરિયાથી બોટો ખસેડાવવી કે બચાવની તથા સાવચેતીની કામગીરી વિના વિલંબે પ્રારંભ કરી દેવી અને નજીકના બોટ એસોસીએશન તથા માછીમાર સમાજના પટેલોને જાણ કરવી, મીટીંગ કરવી અને હવામાન આગાહીથી વાફેક  સાવચેત રાખવા.

સિંચાઇ વિભાગના આસી. ઇન્‍જી. એન. બી. સિંધલ કે જેઓ ઇન્‍ચાર્જ ડેપ્‍યુટી ઇન્‍જી. છે તેમણે જણાવ્‍યું કે સરકારશ્રીના આદેશ મુજબ પહેલી જૂનથી ર૪ કલાક ફોન-વાયરલેસ સુવિધાઓ સાથે ફલડ કન્‍ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે  જેના નંબર છે. ૦ર૮૭૬ -રર૦ર૭૧ છે જેમાં અધિકારીઓ સહિત ત્રણ પાળીમાં કર્મચારીઓ ફાળવી દેવાયા છે. દરેક ડેમ સાથે દર બે કલાકે વાયરલેસથી સંદેશા સંકલન રહેશે જેમાં ડેમનું ડેઇલી લેવલ - ડેમ ઉપર પડેલ વરસાદ અને ડેમના દરવાજા અને સ્‍થિતીથી અવગત છે કે જીલ્લા સિંચાઇ ફલડ કન્‍ટ્રોલ સુધી રહેશે.

ગીર સોમનાથ વિભાગમાં હિરણ-૧ જેનુ લેવલ ૪૪.ર૦ મીટર જયારે હિરણ-ર જેનું લેવલ ૭૧.ર૬ મીટર મહત્તમ સપાટી સીંગવડા, રાવલ, મચ્‍છુન્‍દ્રી કોડીનાર વિભાગમાં આવે છે. જેના નંબર ર૦૭૯પ રર૧૪૪૮ રહે છે. જયારે ઉના માટે  ૦ર૮૭પ રર૧૮૦ર થી વોચ રખાઇ રહી છે.

પોર્ટ ઓફીસ તરફથી તેનો કન્‍ટ્રોલ રૂમ પ્રારંભ કરી જ દીધો છે. જેનો સંપર્ક નંબર ૦ર૮૭૬ રર૧૧૩૯ આ ઉપરાંત વિજળી તંત્રે ચોમાસામાં વિજ પ્રવાહથી અકસ્‍માત સર્જતી કેટલાક ઝાડોની નડતરરૂપ ડાળીઓ  કાપી તથા શટ ડાઉન રાખી વિજ-વાયર સમારકામ મરામત કરાઇ ચૂકી છે.

નગરપાલિકાએ જોખમી જર્જરીત મકાનોને નોટીસ ઉપરાંત ગટર સાફ-સુફી કરી વરસાદનું પાણી સરળતાથી નિકાલ થાય તેવો પ્રબંધ કરવા સુચનાઓ અપાઇ ચૂકી છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૩૯.પ મહત્તમ, ર૭ લઘુતમ, ૭૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૦.૩૩ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

 

બ્રિટનમાં વાવાઝોડું ત્રાટકયું: દર કલાકે ૨ ઈંચ વરસાદઃ ‘‘ડેન્‍જર ટુ લાઈફ''ની અતિ ગંભીર ચેતવણી

છેલ્લા ૫ દિવસથી બ્રિટનમાં વાવાઝોડુ તબાહી મચાવી રહ્યુ છે. ત્‍યારે ફરી યુકે માથે સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડાના હિસાબે રાત્રે નવ વાગ્‍યા સુધીમાં મહિનાનો સૌથી વધુ વરસાદ પડશે. ભારતીય સમય મુજબ ગઈરાતથી પ્રતિકલાક ૨ ઈંચ વરસાદ પડી શકે અને વેધર ડિપાર્ટમેન્‍ટે વીકેન્‍ડ દરમિયાન ‘ડેન્‍જર ટુ લાઈફ' ચેતવણી જાહેર કરી છે.

 

(12:29 pm IST)
  • જાપાને વૈજ્ઞાનિક સંશોધનના બહાને મિંક પ્રજાતિની 122 વ્હેલનો શિકાર કર્યો: જાપાનની સરકારના આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ પ્રતિબંધ હોવા છતા ઉનાળામાં 333 વ્હેલ માછલીઓને મારી નાંખી: આતંરરાષ્ટ્રીય વ્હેલિંગ આયોગ મુજબ રિસર્ચના નામે વ્હેલને તેમના મીટ માટે મારવામાં આવે છે. જાપાને 1985માં આઈડબ્લ્યુ સાથે કરાર કર્યો હતો કે વ્હેલને નહી મારે access_time 1:27 am IST

  • વનડે રેકિંગમાં નેપાળ,નેધરલેન્ડ,સ્કોટલેન્ડ અને યુએઈનો આઇસીસીએ કર્યો સમાવેશ :જોકે આ ટીમોના રેકિંગમાં સામેલ થવાથી ટોચની 12 ટીમોના રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી :નેધરલેન્ડની ગયા વર્ષે જયારે અન્ય ત્રણ ટીમોને આ વર્ષે વનડે રમવાનો દરજ્જો મળ્યો છે access_time 1:06 am IST

  • સુરતથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ગેસકટરથી બાકોરું પાડીને લાખો રૂપિયાના પાર્સલની ચોરી : સાહગંજ સ્ટેશને ચોરીની જાણ થતા બોગીને સુરત લવાઈ : તપાસ શરૂ : સુરતથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ચોરી ગેસ કટરથી બાકોરું પાડી લાખો રૂપિયાના પાર્સલોની ચોરી થયાનું જાણવા મળે છે ટ્રેન સાહગંજ સ્ટેશને પહોંચતા થઇ ચોરીની જાણ થતા ચોરી થયેલી બોગીને સુરત લવાઈ છે આ સમગ્ર મામલે રેલવે પોલીસ તપાસ હાથ ધરશે access_time 1:11 pm IST