Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સુજલામ સુફલામ અભિયાનને અસરકારક બનાવવા ખેડુતો ટપક સિંચાઇ અપનાવેઃ ઉર્જામંત્રી

સુરેન્દ્રનગરના પાદરી ખાતે જળસંચય અભીયાનનો પુર્ણાહુતિ સમારોહમાં સૌરભ પેટલનું ઉદ્દબોધન

સુરેન્દ્રનગર, તા.૧: ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયની વિરાટ જનશકિતના પુરૂષાર્થના યજ્ઞ દ્વારા સુજલામ-સુફલામ જળસંગ્રહ અભિયાનને સફળ બનાવ્યું છે ત્યારે પાણીનો ટીપે ટીપાનો ઉપયોગ થાય તે માટે ખેડૂતોએ ખેતી માટે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવવી જોઈએ. મંત્રીશ્રી  પટેલે સુરેન્ધ્નનગર જિલ્લાના પાંદરી ખાતે યોજાયેલા સુજલામ-સુફલામ જળ સંગ્રહ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે નર્મદાના નીરનું પૂજન કર્યાબાદ ઉપર મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે ૧૦૮ યુગલોએ જળ અભિષેક કરી જળ પૂજન કર્યું હતું અને ચાલુ વર્ષે ચોમાસુ સારૂ જાય તેવી પ્રાર્થના કરી હતી.

 ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાએ ૪૫૯ જેટલા જળસંગ્રહના કામો પુરા કર્યા છે અને ૧૩૦ ટકા સિધ્ધિ હાંસલ કરી છે તેને બિરદાવતા શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં જનભાગીદારીથી સફળ થયેલા આ અભિયાનથી ૨૧ લાખ દ્યનમીટર જેટલો ફળદ્રુપ કાંપ અને માટી ખેડૂતોના ખેતરમાં પાથરવામાં આવી છે. જેનો સીધેસીધો લાભ ઉત્પાદનની ગુણવત્ત્।ા પર થશે અને ખેડૂતોની આવક બમણી થશે.

 આ પ્રસંગે મંત્રીશ્રીએ આ અભિયાનને સફળ બનાવવા સુરેન્દ્રનગર જિલ્લાની દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓની ભાવનાને બિરદાવી હતી અને આ મંડળી ટપક સિંચાઈ માટે સભાસદોમાં જાગૃતિ લાવે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ કહયું હતું કે, રાજયની ૬ કરોડની જનતા એક એક લીટર પાણી બચાવે તો ધણું પાણી બચે છે અને તેનો ઉપયોગ આપણી  ભવિષ્યની પેઢી માટે થઈ શકશે.

સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા સુજલામ-સુફલામ જળ અભિયાન અંગેનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગ્રામજનોએ રસ પૂર્વક નિહાળ્યું હતું.

સ્વાગત પ્રવચન લીંબડી પ્રાંત અધિકારીશ્રી વી. કે. પટેલે જયારે આભારવિધી કાર્યપાલક ઈજનેરશ્રી વિજયભાઈ મહેતાએ કરી હતી.

 આ પ્રસંગે વઢવાણ તાલુકાના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, વર્ષાબેન દોશી, પ્રભારી સચિવશ્રી અનુરાધા મલ્લ, જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલ, અગ્રણી સર્વશ્રી દિલીપભાઈ પટેલ, જગદીશભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, અનિરૂધ્ધસિંહ પઢિયાર, બાબાલાલ ભરવાડ, સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વિપીનભાઈ ટોળીયા, આનંદભાઈ પટેલ, વનરાજભાઈ પરમાર સરપંચશ્રી, પદાધિકારી-અધિકારીશ્રીઓ સહિત વિશાળ સંખ્યામાં કિસાનો, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

(12:05 pm IST)
  • સુરત બિટકોઈન કૌભાંડ મામલો : જીજ્ઞેશ મોરડિયા, ઉમેશ ગોસ્વામી, મનોજ ક્યાડાને કોર્ટમાં રજૂ કરાયા : ત્રણેય આરોપીઓની ગઈકાલે થઇ હતી ધરપકડ : 155 કરોડના બિટકોઈન લૂંટમાં હતાં સામેલ : શૈલેષ ભટ્ટના કહેવાથી થઇ હતી અપહરણ-લૂંટ : જીજ્ઞેશ પાસેથી 25 કરોડના બિટકોઇન-9 કિલો સોનુ જપ્ત access_time 2:55 pm IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST

  • જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના વાહન ઉપર આતંકીઓનો હુમલોઃ કોઈ જાનહાની નથી access_time 4:30 pm IST