Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ચેક રિર્ટનના જુદા જુદા બે કેસોમાં આરોપીને સજા ફટકારતી ગોંડલ કોર્ટ

ગોંડલ તા. ૧ :.. ગોંડલમાં ચેક રીર્ટનના બન્ને કેસમાં આરોપીને સજા ફરમાવતો ચુકાદો કોર્ટે આપેલ હતો.

ગોંડલના ભાવેશભાઇ હસુભાઇ ધકાણે તેના બનેવી ભાવેશભાઇ લલીતચંદ્ર જગડા રહે. ગોંડલવાળા પાસેથી રૂ. ર૬,પ૦,૦૦૦ સંબંધની રૂએ હાથ ઉછીના લીધેલ હતાં જે રકમ પેટે ભાવેશભાઇ હસુભાઇ ધકાણે, ઇન્ડસ ઇન્ઙ બેંક, રાજકોટ શાખાનો ચેક ના રૂ. ચાર લાખનો તથા બીજો ચેક એચ. ડી. એફ. સી. બેંક રાજકોટ શાખાનો ચેક રૂ. બાવીસ લાખ પચાસ હજાર પુરાનો આપેલ.

સદરહું બન્ને ચેકો ભાવેશભાઇ લલીતચંદ જગડાએ તેની બેંકમાં નાખતા ચેક રૂ. ચાર લાખનો એકાઉન્ટ કલોઝના શેરા સાથે તા. ર૦-૧૦-ર૦૦૮ ના પરત ફરેલ જયારે એચ. ડી. એફ. સી. બેંક રાજકોટ શાખાનો ચેક નો રૂ. બાવીસ લાખ પચાસ હજારનો એકાઉન્ટ કલોઝના શેરા સાથે ફરતા. નેગો. ઇન્સ્ટુ એકટ અન્વયે નોટીસ આપેલ છતાં બન્ને ચેક મુજબની કુલ રકમ રૂ. છવીસ લાખ પચાસ હજાર પુરા નહીં આપતા ભાવેશભાઇ હસુભાઇ ધકાણ વિરૂધ્ધ નેગો ઇન્ડસ્ટ્રુ એકટ ક. ૧૩૮ અન્વયે ગોંડલ કોર્ટમાં બે ફરીયાદો ભાવેશભાઇ લલીતચંદ્ર જગડાએ દાખલ કરેલ.

આ બન્ને કેસો ચાલી જતા ફો. કે. નં. રર૭પ/૦૮ ના કામે ગોંડલ જજ કાપડીયાએ આરોપી ભાવેશભાઇ હસુભાઇ ધકાણે નેગો. ઇન્સ્ટુ એકટની ક. ૧૩૮ ના ગુનામાં દોષીત ઠરાવી એક વર્ષની સખ્ત કેદની સજા તથા ચેક કરતા ડબલ રકમનો દંડ કરવામાં આવેલ એટલે રૂ. આઠ લાખ બન્ને તે રકમ ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ હતો.

તેમજ ફો. કે. નં. ૪પ૪/૦૯ ના કામે ગોંડલના જજ શ્રી રાવલે આરોપી ભાવેશ હસુભાઇ ધકાણને નેગો ઇન્સ્ટુ એકટની ક. ૧૩૮ અન્વયે દોષીત ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તથા રૂ. બાવીસ લાખ પચાસ હજારનો દંડ કરેલ તેમજ આરોપી ભાવેશ હસુભાઇ ધકાણ જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે. આરોપી ભાવેશ હસુભાઇ ધકાણે ફો. કે. નં. ૪પ૪/૦૯ ના કામે દંડની રકમ રૂ. બાવીસ લાખ પચાસ હજાર ગોંડલ કોર્ટમાં જમા નહી કરાવતા અદાલતે આરોપીનું જેલ વોરંટ ભરી જેલ હવાલે કરેલ છે.

બન્ને કેસોમાં ફરીયાદી ભાવેશ લલીતચંદ્ર જગડાના વકીલ તરીકે ગોંડલના એડવોકેટ એસ. એચ. સોરઠીયા તથા મયુર એસ. સોરઠીયા રોકાયેલ હતો.

(12:02 pm IST)