Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ગાંધીધામમાં સરકારી હોસ્પિટલમાં લાંચ લેતા ઝડપાયેલા તબીબીને ૪ વર્ષની સજા

ભુજ, તા. ૩૧: ૧૨ વર્ષ પહેલાં ૬ ઠી નવેમ્બર ૨૦૦૬ દરમ્યાન ગાંધીધામની રામબાગ સરકારી હોસ્પિટલ ના તબીબ ડો. સી. સી. જોનવાલ રૂપિયા ૧૫૦૦ ની લાંચ લેતા એ.સી.બી. ના હાથે ઝડપાયા હતા.

આ કેસમાં ગાંધીધામ ના ત્રીજા એડી.જજ ડી.આર.ભટ્ટે ડો. જોનવાલને પુરાવા અને સાહેદો ને ધ્યાને લઈને કસૂરવાર ઠેરવી ૪ વર્ષની કેદ અને રૂપિયા ૪૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસમાં સરકારી વકીલ મહેન્દ્રસિંહ જાડેજાએ ધારદાર દલીલો કરી હતી જયારે એ.સી.બી. ના કાનૂની સલાહકાર સી. સી. ગુજરાતી મદદરૂપ બન્યા હતા.

(12:00 pm IST)