Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

માંડવીના પરીણિત ગઢવી યુવાન અને ગરાસીયા યુવતીએ ઝેર ગટગટાવ્યું: યુવતીનું મોત, અપહરણની ફરીયાદ

ભૂજ, તા. ૧ :. પ્રેમમાં પડીને કરાતા આંધળુકીયા બાદ જ્યારે પ્રેમીઓ સામે વાસ્તવિકતા આવે છે ત્યારે હતાશા અને નિરાશાના કારણે આવા પ્રેમીઓ મોતને વહાલુ કરે છે.

માંડવીના ધ્રબુડીના દરિયા કિનારે ગુંદીયાળી ગામની ૧૯ વર્ષીય ગરાસીયા યુવતી શ્રધ્ધાબા વિક્રમસિંહ જાડેજાની સાથે તેના પરીણિત પ્રેમી ૨૧ વર્ષીય ગઢવી યુવાન દેવરાજ નાગાજણ ગઢવીએ ઝેર ગટગટાવી લેતા યુવતી શ્રધ્ધાબાનું મોત નિપજ્યુ હતું.

દરમિયાન આ મામલે શ્રધ્ધાબાના પિતા વિક્રમસિંહ રતનજી જાડેજાએ માંડવી પોલીસમાં દેવરાજ નાગાજણ ગઢવી અને તેની સાથે અન્ય ત્રણ એમ ચાર યુવાનો વિરૂદ્ધ શ્રધ્ધાબાના અપહરણની ફરીયાદ લખાવી છે.

જેમાં બળજબરીથી શારીરિક સબંધ બાંધવા તેમની પુત્રીનું અપહરણ કરીને ઝેર પીવા મજબુર કરાયાનો આક્ષેપ કરાયો છે. યુવતી શ્રધ્ધાબાનું મોત નિપજ્યુ છે, પરંતુ તેનો પ્રેમી નાગાજણ સારવાર હેઠળ છે. માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)
  • ખેડૂત આંદોલન : પંજાબમાં રસ્‍તા પર ફેંકાયા શાકભાજી : મંદસૌરમાં દૂધ-શાકભાજી સપ્‍લાય ઉપર પ્રતિબંધ access_time 12:35 pm IST

  • બોધગયા બ્‍લાસ્‍ટઃ ઇન્‍ડીયન મુજાહીદદીનના પ ત્રાસવાદીઓને આજીવન કેદની સજા ફરમાવાઇ access_time 4:16 pm IST

  • ખેડા:યાત્રાધામ વડતાલના ગોમતી તળાવમાં 25 વષર્ય યુવક ડુબ્યો : સુરતનો રહેવાસી યુવક પરીવાર સાથે વડતાલ દશર્ન કરવા આવ્યો હતો : ચકલાસી પોલીસને જાણ કરાતા ફાઈયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે : ફાયર બ્રિગેડ ઘ્વારા ડૂબેલ યુવકની શોધખોળ ચાલુ access_time 8:34 pm IST