Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સુરેન્દ્રનગરમાં કેમીકલથી ફ્રુટ પકાવવા સામે આરોગ્ય તંત્રનું મૌન

શહેરમાં ફ્રુટમાં મોટા ભાગે કાચો સસ્તો માલ બહારથી મંગાવી અને ગોડાઉનમાં રાખી કાર્બેટ અને કેમિકલથી પકવવામાં આવતા સરેઆ ખુલ્લેઆમ લોકોના જનઆરોગ્ય સાથે ચેડા થઇ રહ્યાની ફરિયાદો ઉઠી છે. આરોગ્ય તંત્ર સાવ ચુપ છે.

ગોડાઉનમાં પપૈયા કેમીકલથી પકવાતા કેળા કાર્બેટથી પકવવામાં આવતી કેરી - ચીકુ વિગેરે મોટાભાગના ફ્રુટ કેમીકલ અને કાર્બેટથી પકવવામાં આવી રહ્યા છે. ફ્રુટ મારકેટમાં પકવી અને કાર્બેટ કેમિકલ વાળા ફ્રુટ ધોયા સાફ કર્યા વગર જ પાછા આ ફ્રુટ વેચાણ માટે મારકેટમાં થડા ઉપર કે લારીઓમાં વેચાણમાં લવાતા હોય છે.

ટેસ્ટ કરવામાં ગ્રાહકોને આરોગવાના કારણે મોઢામાં ચાંદા બળતરા થવાની ઘટનાઓ પણ નિર્માણ થાય છે.  જેના પાછળનું ખુલ્લુ સ્પષ્ટ કારણ જો હોય તો એ કેમિકલ અને કાર્બેટ છે.

કયારેક ઘરે લઇ જવાયા બાદમાં આ ફ્રુટ સિધાજ બાળકો આરોગતા હોય છે ત્યારે આ બાળકોના આરોગ્ય ઉપરતો તુરત જ અસર થતી હોય છે પરંતુ પરિવારને આ ફ્રુટ ખાવાથી આ અસર થઇ છે જેની જાણકારી પણ સુધ્ધા હોતી નથી. આરોગ્ય તંત્ર પગલા લ્યે તેવી માગણી ઉઠી છે.

(11:53 am IST)
  • બોધગયા બ્‍લાસ્‍ટઃ ઇન્‍ડીયન મુજાહીદદીનના પ ત્રાસવાદીઓને આજીવન કેદની સજા ફરમાવાઇ access_time 4:16 pm IST

  • અમેરિકાની ચેતવણી છતાં રશિયા પાસેથી હથિયારો ખરીદશે ભારત ;રક્ષા મંત્રલાય રશિયા પાસેથી 40,000 કરોડમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400ની પાંચ યુનિટ ખરીદવાનો પ્રસ્તાવ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી સમક્ષ મુકશે access_time 1:18 am IST

  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST