Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

અમરેલીમાં સ્વાગત કાર્યક્રમ માટે ૧૦મી સુધીમાં અરજી કરવી

APL કેટેગરીના કાર્ડધારકોને ૩૦ નવે. સુધીમાં ગેસ જોડાણ મેળવી લેવું

અમરેલી તા. ૧ : તા.૨૭ જુન-૨૦૧૮ના રોજ મામલતદાર કચેરી-અમરેલી ખાતે અમરેલી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે, તા.૧૦ જુન-૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી-અમરેલીને રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.

નિતિવિષયક, ફરજપરના સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાની તકારારો, અપીલ થવા પાત્ર કેસ વાળી અરજી, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી-ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન, અગાઉના સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો રજૂ કરવા નહિ. અરજીમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અવશ્ય લખવાનું રહેશે, તેમ મામલતદારશ્રીની યાદીમાં જણાવાવામાં આવ્યું છે.

હડમતીયામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણૂંક

રાજુલાના હડમતીયા પ્રાથમિક શાળા-મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા છે. વધુ વિગતો અને માહિતી માટે મામલતદાર કચેરી-રાજુલાનો સંપર્ક કરવાનો રહેશે. તા.૧ જુન-૨૦૧૮ને બપોરના ૩ વાગ્યા સુધીમાં આ અંગેની અરજી રાજુલા મામતલદાર કચેરીની રજીસ્ટ્રી શાખામાં રજૂ કરવાની રહેશે, તેમ રાજુલા મામતલદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

એપીએલ રેશનકાર્ડ ધારકોએ પીએનજી-એલપીજી જોડાણ મેળવી લેવું

કેરોસીન મેળવતા એપીએલ કેટેગરીના રેશનકાર્ડ ધારકોએ આગામી તા.૩૦ નવેમ્બર-૨૦૧૮ સુધીમાં સ્વખર્ચે પીએનજી-એલપીજી જોડાણ મેળવવાનું રહેશે. તા.૧ ડિસે.-૨૦૧૮થી અમરેલી શહેરના વિસ્તારોમાં એપીએલ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને પીડીએસ કેરોસીન આપવાનું બંધ કરવામાં આવશે તેમ ઠરાવવામાં આવ્યું છે, તેની સંબંધિતોને નોંધ લેવા, અમરેલી-મામતલદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(10:49 am IST)