Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

મીઠા ઉત્પાદન મત્સ્યોદ્યોગની ગેરકાયદે કાર્યવાહી કરનાર સામે પગલા લેવાયા

અમરેલી જિલ્લામાં સરકારી જમીન પર

અમરેલી તા. ૧ : અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારના ગામમાં સરકારી જમીન પર મીઠા ઉત્પાદન તથા મત્સ્યોદ્યોગ (ઝીંગા ફાર્મ)ની અનઅધિકૃત્ત્। રીતે કાર્યવાહી થઇ રહેલ હોવાની રજૂઆત થયેલ છે. તેમજ સ્થાનિક ગ્રામજનો તરફથી આંદોલન પણ કરવામાં આવેલ. મળેલી રજૂઆત સંબંધે પ્રાંત અધિકારીશ્રી રાજુલા, મદદનીશ મત્સ્યોદ્યોગ કમિશ્નરશ્રી જાફરાબાદ, ડી.આઇ.એલ.આર. અમરેલી તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલી પાસેથી અહેવાલ મેળવી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે મુજબ મીઠા ઉત્પાદન માટે ફાળવેલ જમીનમાં કુલ ૨૮ ઇસમો સામે શરતભંગના પગલા લેવા નોટીસ ઇશ્યુ કરી, કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કુલ ૮ કેસોમાં દબાણ કેસ દાખલ કરવામાં આવેલ છે. ગુજરાત હેવી કેમિકલ્સ લી. જી.એચ.સી.એલ.ને મજાદર તથા કથીવદર ગામે ફાળવેલ જમીન સંબંધે શરતભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ, કુલ ૩૬ કેસોમાં નિયમોનુસાર શરતભંગ તથા દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, તેમ કલેકટરશ્રી- અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(10:48 am IST)