Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મોરબીના પીપળીયા નજીક આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૪ બોટલ રક્તની એકત્ર

વૂડપલ્પ પેનલ પીપળીયા ખાતે સ્વૈચ્છીક રકતદાન કેમ્પ યોજાયો

મોરબી :કોરોના મહામારી વચ્ચે તમામ બ્લડ બેંકમાં બ્લડની અછત વર્તાઈ છે ત્યારે આ અછત ને પહોંચી વળવા મોરબી તાલુકા ના પીપળીયા ના યુવા ઉદ્યોગપતિ આગળ આવ્યા છે અને પોતાની વૂડ પલ્પ પેનલ ખાતે સ્વૈચ્છીક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સ્વૈચ્છીક રકતદાન કેમ્પ માં ૪૪ બ્લડ ની બોટલ એકત્ર થઈ છે જે સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ખાતે બ્લડ ની જરૂર હોય તેવા દર્દીઓ ને નિઃશુલ્ક રીતે ઉપયોગ માં લેવામાં આવશે

  આ સ્વૈચ્છીક રકતદાન કેમ્પ માં સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના પેથોલોજિસ્ટ ડૉ. કપિલભાઈ બાવરવા, લેબ ટેક. એસ.ઓ.રૂપાલા , એકતા ચાપાણી , જાનકી બજાણીયા , વી.કે.ત્રિવેદી , હાર્વિ શેરસિયા સહિત સ્ટાફ ના આરીફભાઈ પલેજા અને ઇન્દ્રજીતસિંહ એ રકતદાન કેમ્પ માં દિલદાર રક્તદાતાઓ નું રક્ત એકત્ર કર્યું હતું એ કેમ્પ માં સરકાર ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં સંચાલકો તરફથી દરેક રક્તદાતાઓ ને સુંદર મજાની ભેટ આપી રક્તદાતાઓ નું સન્માન કર્યું હતું આ તકે મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ના ઇન્ચાર્જ પેથોલોજિસ્ટ ડૉ. કપિલ બાવરવા એ સામાજિક સંસ્થાઓ અને ફેકટરી સંચાલકો ને સ્વૈચ્છીક રકતદાન કેમ્પ નું આયોજન કરવા અનુરરોધ કર્યો છે

(10:39 pm IST)