Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મોરબી શહેર ભાજપ પ્રમુખ દ્વારા સિવિલના તમામ દર્દીઓને બે વખતનું ભોજન, નાસ્તો, ફ્રુટ જ્યુસની અવિરત સેવા.

મોરબી સિવિલ હોસ્પિટલમાં હા ભલ 250 થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તબીબી સ્ટાફ પોતપોતાની ફરજ નિભાવી રહ્યાં છે તો દર્દીઓને પૌષ્ટિક આહાર, નાસ્તો તમેજ ભોજન પૂરું પાડવાની  ઉત્તમ સેવા મોરબી શહેર પભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.
તેમના દ્વારા સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજે ફ્રુટ ડીશ તેમજ રાત્રીના ભોજનની ભાવતા અને પોષ્ટીક વ્યવસ્થા કરવામાં આવી છે. અને સેવાભાવી યુવાનો લાખાભાઈ ની દેખરેખ હેઠળ દર્દીનારાયણ ની જઠરાગ્નિ ઠારી રહ્યા છે

(10:37 pm IST)