Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કચ્છમાં કોરોનાના નવા 161 પોઝિટીવ કેસ નોંધાયા : 64 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

ભુજ : આજે કચ્છમાં નવા 161 પોઝિટીવ કેસ નોંધાયા છે. અને તો રાજ્યમાં પણ પોઝિટીવ કેસનો આંક આંશિક ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 13 હજાર 847 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે આ કોરોનાના કારણે ગુજરાતમાં કુલ 172 દર્દીઓનું મોત નીપજ્યુ હતુ. કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે કોરોનાના 157 કેસો નોંધાયા બાદ આજે નવા 161 દર્દીઓ સંક્રમિત બન્યા હતા. તો આજે કચ્છમાં કોરોના પોઝિટીવ 64 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ.
 

(9:38 pm IST)