Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ચોટીલા ચામુંડા માતાજી ડુંગર મંદિરના કપાટ હજી 10મી મેં સુધી બંધ રહેશે

ચોટીલા માતાજી ચામુંડા ડુંગરના ટ્રસ્ટ મંડળનો નિર્ણય

ચોટીલા : કોરોના કેસો વધતાં રાજ્ય સરકારે 21 શહેરોમાં કફર્યુ લાદી દેવામાં આવ્યું છે. કોરોનાની સખ્ત ગાઇડલાઇન અમલી બનાવી છે ધાર્મિક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ચોટીલા માતાજી ચામુંડા ડુંગરના ટ્રસ્ટ મંડળે પણ કોરોના મહામારીના લીધે 30 અએપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો પરતું કોરોનાની સ્થિતિ વધુ વેગવંતી બનતા ફરીવાર 10 મે સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાની મહામારીના લીધે ભકતજનેા અને દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચોટીલા ચામુંડા માતાજી ડુંગર મંદિરના કપાટ હજી પણ બંધ રહેશે.મંદિર 10 મે સુધી બંધ રાખવામાં આવશે . કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(7:32 pm IST)