Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કચ્છના તમામ ઈ ધરા કેન્દ્રો અચોક્કસ મુદ્દત માટે બંધ: કોરોના સંક્રમણ વધતાં કરાયો નિર્ણય

ભુજ :હાલમાં નોવેલ કોરોના વાયરસ (Covid-19) ના કેસોનો કચ્છ જિલ્લામાં વઘારો જણાયેલ છે. જેથી સંક્રમણ અટકાવવા તેમજ સરકારી કચેરીઓ ખાતે લોકોની ભીડ જમા ન થાય અને જાહેર આરોગ્ય હિતાર્થે કચ્છ જિલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રો તેમજ ઈ-ઘરા કેન્દ્રો ખાતેની અરજદારઓને લગત કામગીરી તા.૦૧/૦૫/૨૦૨૧ થી અન્ય તારીખ જાહેર ના થાય ત્યાં સુઘી જાહેર આરોગ્યની જાળવણીના હેતુસર નાગરિકોના હીતમાં બંઘ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. માત્ર ઓનલાઈન અરજીઓ સ્વીકારી તે અંગેની કાર્યવાહી કરવાની રહેશે. અતિ અગત્યની કામગીરી હોય તેવા સંજોગોમાં સબંઘિત તાલુકાના મામલતદારનો સંપર્ક કરવાનો રહેશે તેમ નિવાસી અધિક કલેકટર કચ્છની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

(6:17 pm IST)