Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પ્રેરક કાર્ય ઇન્ચાર્જ મામલતદાર આર.એસ.લાવડીયાએ જન્મ દિવસે કોરોના સુરક્ષા માટે પગારમાંથી ર૦% રકમનું દાન કર્યું

રાજકોટ તા. ૧ : લોધીકાના ઇન્ચાર્જ મામલતદાર આર.એસ.લાવડીયાએ પ૬માં જન્મદિન નિમિતે સરકારશ્રી દ્વારા ચુકવાતા માસિક પગારમાં ર૦% રકમ કોરોના વોરીયર્સ-નાના માણસોને કોરોના મહામારીના સમયમાં ફુલની પાંખડી તરીકે અનુદાન કરવામાં આવેલ છે. તેઓએ આજ રોજ લોધીકા તાલુકામાં કોવીડ હેલ્થ સેન્ટર (સામુહિક આરોગ્ય કેન્દ્ર-લોધીકા) શરૂ થઇ રહેલ છે જેમાં કોરોના વોરીયર્સ-આરોગ્ય કાર્યકર માટે ઉપયોગી પી.પી.ઇ.કીટ-૧૦, ફેસ શિલ્ડ-પ૦, થ્રીલેયર માસ્ક-દર્દીના સગાવ્હાલા માટે અને સેનીટાઇઝર્સ-દર્દી-હેલ્થ કાર્યકર માટે શ્રી લાવડિયા દ્વારા અપાયા હતા.

(3:47 pm IST)