Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

જેતપુરમાં ટ્રક હડફેટે પરપ્રાંતીય આધેડનું મોત

દેવકીગાલોળમાં કારને ટ્રકે હડફેટે લેતા એકને ઈજા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧ :. અમરનગર રોડ વિસ્તારમાં રહેતા ઉમાશંકરપ્રસાદ ભગતે શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવતા જણાવેલ કે તેઓ તા. ૨૯ના રોજ સવારે તેના મિત્ર કામતાપ્રસાદ જાનીપ્રસાદ યાદવ (ઉ.વ. ૬૪)વાળા સાથે ચાલીને જતા હતા ત્યારે સરદાર ચોકમાં પહોંચતા જૂનાગઢ તરફથી આવતા ટ્રક નં. જીજે ૨૦વી ૫૫૦૯વાળાએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કામતાપ્રસાદને હડફેટે લેતા ટ્રકનું વ્હીલ ફરી વળતા ગંભીર ઈજા સાથે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરતા ત્યાં સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ આઈપીસી ૩૦૪(અ), ૨૭૯, ૩૩૭, ૩૩૮ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ખજુરી હડમતીયા ગામે રહી ચાંપરાજપુર ગામે સીંગદાણાના કારખાનામાં મજુરીકામ કરતા નંદલાલ નાગજીભાઈ મોટાલીયા ગત તા. ૨૫ના રોજ તે કાર અલ્ટો જીજે ૧૧ બીએચ ૮૨૯૧ લઈને ચાંપરાજપુર જતા હતા ત્યારે દેવકીગાલોળ ગામ નજીક ફુલ સ્પીડે આવતા ટ્રક નં. જીજે ૩ ડબલ્યુ ૮૯૦૬ના ચાલકે કારને હડફેટે લેતા નંદલાલભાઈને ઈજાઓ થતા સારવારમાં ખસેડેલ.

(12:53 pm IST)