Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર પરના દબાણ હટાવાયા

જામનગર તા. ૧ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, એરફોર્સ રોડ, જામનગર ખાતે સંશોધન કાર્યમાં વિક્ષેપ ન થાય તે હેતુથી કચેરીના ફાર્મના પ્લોટ નં. ૨૦/૨૩ની  પૂર્વ દિશાએ તથા પ્લોટ નં. ૧૯ ની ઉત્ત્।ર અને પૂર્વ બંને દિશાએ ફાર્મની હદ ડીસ્ટ્રીક ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડ, જામનગરની કચેરી દ્વારા ૧૭.૦૩.૨૦૧૬ તેમજ તા. ૦૯.૦૩.૨૦૨૦ મુજબ માપણી કરીને નક્કી કરાવવામાં આવેલ હતી.

આ માપણી મુજબનાં નકશા પ્રમાણે ફાર્મની હદ દિશા પર આર.સી.સી. દીવાલ બનાવવાની કામગીરી ચાલુ હતી, પરંતુ આ સરકારી ફાર્મની ઉત્ત્।ર પૂર્વ ખૂણા પર આશરે ૬૦૦૦ ચો.ફૂટ જેટલી જગ્યા પર છેલ્લા ૪૦ વર્ષથી કબજો જમાવીને બેઠેલા ઇસમો દ્વારા ૬૬ કે.વી. હાઈટેન્શન લાઈન હોવા છતાં તેમની નીચે પાકા મકાનો, પાકી દુકાનો, કેબીનો વગેરે દ્વારા ગેર કાનૂની દબાણ કરીને વરસાદી પાણીનો નિકાલ બંધ કરેલ હતો, જેથી સંશોધિત અખતરાઓને વર્ષો વર્ષ નાણામાં ભરપાઈ ન થઇ શકે તેવું નુકશાન થવા પામેલ છે. જેથી સરકારશ્રીના નાણાનો વ્યય થઇ કરોડો રૂપિયા ખર્ચ સામે તેના યોગ્ય પરિણામો મેળવી શકતા નથી. 

આ જગ્યા પર આર.સી.સી. દીવાલ બનાવવાનું કામ ચાલુ છે તેમાં વિક્ષેપ ઉભો થયેલ છે. કાયદાકીય કાર્યવાહી હેતુથી સરકારી વકીલ મારફત દબાણકારોને સદર દબાણ દૂર કરવાના  હેતુ થી  તા. ૦૨.૦૩.૨૦૨૧ના રોજ દિવસ ૭ની મુદત આપી નોટીશ પાઠવવામાં આવેલ હતી. આમ, છતાં, દબાણ દુર કરવામાં આવેલ ન હતું. આથી, કૃષિ યુનિવર્સીટીના અધિકારીઓ, જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ શાખાના અધિકારીઓ તેમજ પોલીસ તંત્રના સહ્યારા પ્રયાસોથી આ દબાણોને આજ રોજ દૂર કરી આશરે ૬૦૦૦ ચો. ફૂટ. જેટલી જગ્યા ખુલી કરવામાં આવેલ છે.

(12:52 pm IST)