Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અમરેલી જીલ્લામાં જાહેરનામા ભંગો સામે કડક કાર્યવાહી

અમરેલી, તા., ૧: સાવરકુંડલામાં વિશેષ ભુપત સોલંકી બાઇક જી.જે. ૧૪ એચ. ર૭૭૬, પીપાવાવ ફોરવે ચોકડી સીરાજ હુસેન રાજાણી અતુલ રીક્ષા જી.જે.૪ ડબલ્યુ ૪૪૩ પીપાવાવ ફોરવે ચોકડી બસીરશા અબીયતશા કનોજીયા છકડો રીક્ષા જી.જે. ૪ વી ૭૦પ૯ કડીયાળી ચોકડી તોફીક મહેબુબ જોખીયા ઓટો રીક્ષા જી.જે.૧૪ વાય ૧૩૭૬, રાજુલામાં રમેશ હરગોવિંદ જેઠવા ઓટો રીક્ષા જી.જે. ર૩ યુ. ૯૬૩૪, ભાવેશ ભગવાન ચૌહાણ ખોટો રીક્ષા જી.જે.૧૪ ટી ૧૬૪૭, પ્રકાશ ઓઢા ધાખડા ટાટા મેજીક જી.જે.૧૭ ટી.ટી. ૮રપ, ડુંગરમાં હમીબ યુનુસ ગાહા ટાટા મેજીક જી.જે. ૧૪ ડબલ્યુ ર૪૬, પાંચા અરજણ બાંભણીયા રીક્ષા જી.જે. ૪ યુ ૮૯૦૮, કનુ ભીમા સોલંકી છકડો રીક્ષા જી.જે. ૧૪ ડબલ્યુ ૮ર૭૯ વધુ પેસેન્જરો બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા, ધારીમાં સીરીશ કાનજી રાદડીયા, અમીન અહેમદ મોદી મચ્ચના ધાણામાં પોતાની દુકાનમાં વધુ વ્યકિત ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા ધારાીમાં વિશાલ રાજુ ભેસાણીયા કન્ટેઇનમેન્ટ ઝોનનો ભંગ કરતા, અમરેલીમાં હનીફ આદમ શેખ, મેબુબ હુસેન માંડલીયા, શૈલેષ વાલા શીરોળીયા, ધીરૂ ભાણા ગોહીલ, કૃણાલ શાંતી વાઘેલા રાત્રીના કરફર્યુ ભંગ કરતા વંડામાં સંદીપ ધીરૂ સરળીયા, હરેશ ડુંગર જાદવ, અમરેલીમાં સગાર રમેશ પરમાર, મનોજ બાબુ ચૌધરી, સંજય ગોરધન જગડ, બાબરામાં સંજય મનસુખ ગોહેલ, ચેતન ચંદુ કાજીયા, લાલ ગીરીશ દાણાવડીયા, ખાંભાના બોરાળામાં જોરૂ ભીખા ભીલ, વડીયામાં પરમ બટુક સખીયા, સુરેશ રઘુ ગેવરીયા, બગસરામાં ભાવેશ ઉર્ફે કાનો છગન પરમાર, જીજ્ઞેશ લકીરામ કુબાવત, ભાવેશ શરદ ડાભી, નાગેશ્રીમાં ઉદય મનુ રાઠોડ, સંજય જેઠા જોગદીયા, ભુપત અમરા ખસીયા, લીલીયાના અંટાળીયામાં વજુ કરશન સીરોળીયા, ગઢાવદરમાં મનસુખ અરજણ બુહા, આંબામાં ઘનશ્યામ ભાભલુ બાર, સાવરકુંડલામાં ભીખુ સોમા બગડા, ઇકબાલ હાસમ સુમરા, સાગર ખીમજી વાઘેલા, ચલાલામાં વિવેક ભીખા રાઠોડ, હિતેષ વિરજી ગોહીલ, જાફરાબાદમાં સુરેશ તુફાન બારૈયા, કૈલાસ ઇશ્વર બાંભણીયા, સામા કાંઠે હિરા કરશન બારૈયા, મીતીયાળામાં જયસુખ દાના મહીડા, લાઠીમાં લાલજી પરશોતમ શિયાળ, અફજલ અલી ચાવડાને બીન જરૂરી માસ્ક વગર બહાર નિકળતા જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ડેડાણમાં માર માર્યો

ડેડાણમાં જુના મનદુઃખના કારણે જાહીદભાઇ ઉસ્માનભાઇ ખોખર (ઉ.વ.૪૦)ને ભાભલુ આતુ ચાવડા, નાનીબેન ચાવડાએ ગાળો બોલી પાઇપ વડે માર માર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે નાનીબેન આતુભાઇ ચાવડાએ જાહીદ ઉસ્માન ખોખર, લતીફ ઉસ્માન ખોખર, આબેદીન નઇમ ખોખર, રસીદાબેન લતીફભાઇ ખોખરે ગાળો બોલી લાકડી અને ઢીકા પાટુ વડે માર માર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

વાહન પાર્ક કરતા

ખજુરી ગામે ઘર પાસે વાહન પાર્ક કરવાના મનદુઃખના કારણે સાવનભાઇ મહેશભાઇ ખાનપરાના મોટા બાપુજીના દિકરા દિનેશભાઇ ઉકાભાઇ સાથે બોલાચાલી થયેલ હતી. તા.ર૮-૪ના રાત્રીના દિપક વિસ્તાર તથા અજાણ્યા દસ શખ્સોએ મળી ગેરકાયદેસર મંડળી રચી હથીયારો ધારણ કરી સાવનભાઇ તેમજ હરેશભાઇ, જયેશભાઇ લાલજીભાઇ હિરપરા, રસીકભાઇ અરજણભાઇ લીંબાસીયાને ગાળો બોલી લાકડી વડે માર માર્યાની વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

માર મારી ધમકી

નાના બરમણ ચોત્રામાં રાહુલભાઇ પુંજાભાઇ નાગર (ઉ.વ.ર૩) ને મનદુઃખના કારણે પરેશ કાબા ભરવાડ તેમજ એક અજાણ્યા શખ્સે ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી પાઇપ અને લાકડી વડે માર મારી ધમકી આપ્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જીરા ગામે માથાકુટ

ધારી તાલુકાના જીરા ગામે ચીકુભાઇ ટપુભાઇ ચારોલા (ઉ.વ.પપ) પોતાના પરીવાર સાથે ઘરે હતા ત્યારે ગામના જ ચીમન ગોગન, જગા ચીમન ચારોલા આવીને તમારા દિકરાની દિકરીને પાછી તેડી જાવ અમારે છુટુ કરવુ છે તેવું જણાવતા ના પાડતા સારૂ નહી લાગતા કુહાડી અને લાકડી વડે માર માર્યાની ધારી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. સામા પક્ષે ચીમનભાઇ ગોગનભાઇ વાઘેલા (ઉ.વ.૪પ)ને ચીકુ ટપુ ચારોલા, રસીક ચીકુ ચારોલાએ ઘરે આવી જણાવેલ કે તમો તમારી દિકરીને પુચ્છા વગર કેમ તેડી ગયેલ તેવું જણાવી ગાળો બોલી લાકડી વડે માર માર્યાની ધારી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

સગીરાને ભગાડી

જાફરાબાદ મરીન સામે કાંઠે જાફરાબાદ રહેતી સગીરાને તેજ ગામના મુકેશ વિનુ ભગાડી ગયાની સગીરાની માતાએ જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ભેખડ પડતા મોત

ગાવડકા નજીક  બગસરા રોડ ઉપર પાણીની લાઇન ફીટ કરતા મનસુખભાઇ પોપટભાઇ પોકળ  ઉપર અચાનક ધુળની ભેખડ માથે પડતા ઘટના સ્થળે મોત નિપજયાનું રમેશભાઇ પોપટભાઇ પોકળે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ઝેરી દવા પીતા મોત

સાવરકુંડલા તાલુકાના નવા ગોરડકા ગામે રહેતી મનીષાબેન ખીમાભાઇ હડીયા (ઉ.વ.૧૮) કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મોત નિપજયાનું મનુભાઇ હામાભાઇ હડીયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે. 

બાઇક હડફેટે ઇજા

બાબપુર નજીક આઇસર ટેમ્પો જી.જે. પ બી.એકસ ૮૮૯૯ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી કેશોદ જતા બાઇક ચાલક હિતેષભાઇ ગંગદાસભાઇ ઉસતડીયા (ઉ.વ.૩પ) ના બાઇકના બાઇકને હડફેટે લઇ ગંભીર ઇજા કરી નાશી ગયાની વિપુલભાઇ ભુવાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અકસ્માતે મોત

સાવરકુંડલા મહુવા રોડ હોમ ગાર્ડ કચેરી નજીક કન્ટેનર જી.જે. ૧ર બી.ટી.પ૬૯૯ના ચાલકે પુરઝડપે બેફીકરાઇથી ચલાવી મગનભાઇ ભુરાભાઇ મકવાણા (ઉ.વ.૬૦) ઉપર ચડાવી ઘટના સ્થળે મોત નિપજાવ્યાની અશોકભાઇ ભોળાભાઇ મકવાણાએ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(12:48 pm IST)