Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

દર્દીઓ સરકાર સીવીલ હોસ્પીટલ ભરોસે ૧૦૦ બેડની હોસ્પીટલમાં પ૬ને સારવારઃ ૬૦૦નું વેઈટીંગ ૧ર મૃત્યુ નવા ૧૦૯ કેસો નોંધાયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧: ગીર સોમનાથની સૌથી મોટી હોસ્પીટલ વેરાવળ માં ૬૦૦ દર્દીઓનું વેઈટીગ છે ફકત પ૬ દર્દીઓ સારવાર લઈ રહયા છે બિન સતાવાર મૃત્યુ આંક ૧રનો જાણવા મળેલ છે દર્દીઓની પડાપડી ઓછી થતા રાહત ફેલાયેલ છે પણ હજુ હોસ્પીટલોમાં કયાય જગ્યા મળતી નથી.

વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ફકત પ૬ દર્દીઓ સારવાર લઈ રહેલ છે ૬૦૦ દર્દીનું વેઈટીગ છે ર૪ કલાક માં ત્રીવેણી સ્મશાન ઘાટ, કબ્રસ્તાનમાં બિન સતાવાર મૃત્યુ આંક ૧રનો જાણવા મળેલ છે.

દરરોજ સીવીલમાં વેઈટીગ વધતુ જાય છે સતા, વિપક્ષ નિષ્ફળ પુરવાર થયો છે ૧૦૦ બેડની હોસ્પીટલ હોવા છતા ફકત પ૬ને સારવાર મળે તે આ જીલ્લા મોટી કમનશીબી છે દર્દીઓને બેડ મળતા નથી સીવીલ હોસ્પીટલમાં ઓકસીજન સહીત પુરેપુરો તમામ જથ્થો હોય તેમ છતા કોઈને દાખલ ન કરતા હોય જેથી ભારે વ્યાપેલ છે.

જીલ્લામાં ૧૦૯ કેસો આવેલ છે તેમાં વેરાવળ ૩૪, સુત્રાપાડા ૧પ, કોડીનાર ૧૮, ઉના ૧૬, ગીરગઢડા ૧૧, તાલાલા ૧પનો સમાવેશ થાય છે.

(12:48 pm IST)