Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વિસાવદરના કાલસારી-ભલગામ પ્રા.આ.કેન્દ્રને કોરોના ટેસ્ટીંગ કીટ -દવા માટે રૂ.૨ લાખની ગ્રાન્ટ ફાળવતા જિ.પં. સદસ્ય ચંદ્રિકાબેન વાડોદરિયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧: વિસાવદર તાલુકાના કાલસારી જિલ્લા પંચાયતના સદસ્યા શ્રીમતી ચંદ્રિકાબેન કરશનભાઈ વાડદોરીયા દ્વારા પોતાના મત વિસ્તારમા આવતા કાલસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ભલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ દર્દીઓને અપાતી સારવાર ની માહિતી મેળવી તેમજ ગામના આગેવાનો તેમજ મેડીકલ ઓફિસરો સાથે ચર્ચા કરી ઘટતી દવાઓ તેમજ ટેસ્ટીંગ કીટ વિગેરેની ખરીદી માટે ભલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે પોતાની ગ્રાન્ટમાંથી રૂ.૧૦૦૦૦૦ એક લાખ તથા કાલસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે રૂ.૧૦૦૦૦૦ એક લાખ મળી રૂ.૨૦૦૦૦૦ બે લાખ ની રકમ તાત્કાલિક ફાળવતા આ બન્ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નીચે આવતા ગામોના ગરીબ લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓનો લાભ મળશે.જિ.પં.સદસ્યના આ પગલાની સાર્વત્રિક સરાહના થઇ રહી છે.

(12:46 pm IST)