Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

આજે ગુજરાતનો સ્થાપના દિન : સૌરાષ્ટ્ર - કચ્છમાં ૧૮ વર્ષથી ઉપરનાને રસીકરણ

કોરોના મહામારીથી બચવા માટે હવે યુવાનોને પણ રસીના ડોઝ આપીને 'કોરોનામુકત' અભિયાન વેગવંતુ

રાજકોટ તા. ૧ : કોરોના મહામારીથી બચવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના તમામને કોરોના મુકિત માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં કોરોનાના કહેરને કાબુમાં લેવા તંત્ર દ્વારા આજ તા. ૧લી મેથી ૧૮ થી ૪૪ વર્ષના લોકોને પણ કોરોના વેકસીન આપવાનો પ્રારંભ કરાયો હતો. જો કે જેઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં નામ નોંધાવ્યું હોય અને ઓનલાઇન પોર્ટમાં એપોઇમેન્ટ લીધી હોય તેવાને જ તંત્ર દ્વારા વેકસીન આપવામાં આવે છે. ભાવનગર શહેરના જુદા જુદા ૧૦ સ્થળોએ કોરોના રસીકરણની કામગીરી થઇ રહી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આવતીકાલ ગુજરાત રાજયના સ્થાપના દિવસ, તા. ૧લી મેથી રાજયના ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજય સરકાર વિનામૂલ્યે વેકિસન આપશે. જેમાં જામનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે, આમ જામનગર જિલ્લામાં આજથી કોવિડ પ્રતિરોધક રસીકરણ અભિયાનના ચોથા તબકકાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેકિસનેશન શરૂ થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. રાજયમાં જયાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આવતીકાલે, ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજય સરકાર વિનામૂલ્યે વેકિસન આપશે. મે મહિના દરમિયાન ગુજરાતને વેકિસનના ૧૧ લાખ ડોઝ મળશે. હજુ વધુ જથ્થો પ્રાપ્ત થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. જેમ-જેમ વેકિસન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેકિસનેશનનો તબક્કાવાર આરંભ કરાશે.

સમગ્ર દેશમાં આવતીકાલથી ૧૮થી ૪૪ વયજૂથના વેકિસનેશનનો ચોથા તબક્કાનો આરંભ થઈ રહ્યો છે. જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને SMS મળશે, અને SMSમાં દર્શાવેલા સેન્ટર પર જઈને તેમણે વેકિસન લેવાની રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી.

(12:45 pm IST)