Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ટંકારાના વાઘગઢ ગામના ઉદ્યોગપતિ દ્વારા ઓકસીજન સેવા

(હર્ષદરાય કંસારા) ટંકારાઃ તાલુકામાં સંક્રમણ વધુ છ કોરોનાની મહામરીમાં દર્દીઓ હોસ્પિટલમાં બેડ, ઇન્જેકશન તથા ઓકિસજનના બાટલાઓ મેળવવા ઠેર ઠેર ભટકી રહ્યા છે.દર્દીઓને આવી કરૂણ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે હૈદ્રાબાદ જેની કર્મભૂમિ છે. તેવા ઉદ્યોગપતિ ટંકારા તાલુકાના વાઘગઢ ગામના વતની માવજીભાઇ અમરશીભાઇ દલસાણીયા આગળ આવેલ છ ે.ટંકારામાં આર્ય વિદ્યાલય ખાતે પ૦ બાટલાઓ દ્વારા સેવા કાર્ય શરૂ કરેલ છે. સ્વ.ખર્ચે ઓકસીજનના બાટલા રીફીલીંગ કરાવી દર્દીઓને વિનામુલ્યે અપાય છે. જરૂરિયાત વાળા દર્દીઓને આર્ય વિદ્યાલયના વાહનોમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે.૧૮/૪/ર૧ થી આ સેવાયજ્ઞ શરૂ કરેલ છે.આજ સુધીમાં ૧૦૦ થી વધુ દર્દીઓને મદદરૂપ બનેલ છે. આ દર્દીઓના પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાવવામાં આવે છે. ઓકસીજનના બાટલાઓના વિતરણ તથા રિફીલીંગ માટે મેહુલભાઇ કોરિંગા તથા વિશાલભાઇ કોરીંગા કાર્યરત છે.

(11:50 am IST)