Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મોરબીમાં મંત્રી સૌરભ પટેલે મીટીંગ યોજી

મોરબી,તા. ૧ : મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધતું જઇ રહ્યું છે જેને પગલે મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભ પટેલ મોરબી પહોચ્યા હતા અને કોરોના સંદર્ભે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓએ અને સાંસદ સહિતના અગ્રણીઓ સાથે રીવ્યુ મીટીંગ યોજી હતી.

આ રીવ્યુ મીટીંગ મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી.જેમાં સાસંદ મોહનભાઈ કુંડારીયા,જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,પ્રભારી સચિવ મનીષા ચંદ્રા,કલેકટર જે.બી.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ,પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા,નિવાસ અધિક કલેકટર કેતન જોષી,મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા,હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંગ,જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, ડો.સરાડવા, ડો. વારેવડીયા,ડો. કારોલીયા તથા સંબંધીત અધિકારીઓની હાજરીમાં રીવ્યું મીટીંગ યોજાઈ હતી.

(11:49 am IST)