Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વૈશ્વિક મહામારી કોરોનામાં ટંકારાની વહારે આવતા નથુભાઇ કડીવાર

યુવાનો દ્વારા માત્ર ૫ બોટલ ઓકિસજનથી શરૂ કરેલ સેવાને ઓકિસજનની વધારાની બોટલ પુરી પાડીને મદદ કરી

(હર્ષદરાય કંસારા - ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા. ૧ : ટંકારાના આરોગ્ય કેન્દ્રમા જરૂરી સગવડ ને વ્યવસ્થાના અભાવ વચ્ચે વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરમા જયારે ટંકારા વિસ્તારના કોરોનાના દર્દીઓ દરબદરની ઠોકરો ખાવા મોરબી, રાજકોટ, જામનગર સુધી સારવાર લેવા જવુ પડતુ હોઈ હોસ્પિટલોની બહાર લાંબી લાઇન હોઈ જેમાં ઘણા ક્રિટિકલ દર્દીઓને ઓકિસજન સહિતની તાત્કાલિક જરૂયાત હોઈ છેલ્લા સમયે ૧૫ દિવસથી આ સેવાયજ્ઞમા ટંકારાના યુવાનો ચિરાગભાઈ કટારીયા, વિશાલભાઈ કુકડીયા, પ્રકાશભાઇ દુબરીયા કે જેઓ અડધી રાત્રે કોરોના દર્દીઓના ઘરે જઈ કોઈ પણ જાતના ભય કે સંકોચ વગર ઓકિસજન બોટલ ચડાવાનુ પુણ્યનું કામ કરે છે.

વધુમા આ સેવામા વાહન વ્યવહારની સંપૂર્ણ મફત સેવા ટંકારાના બાબુભાઇ ઝાપડા, નવઘણભાઈ જાદવ, હાર્દિકભાઈ સેજપાલ, જગદીશભાઈ દ્વારા પુરી પાડવામાં આવે છે જે લોકો આખા તાલુકામાં કોઈ પણ જગ્યા એ તાત્કાલિક મદદ માટે પહોંચી જાય છે.

આ સેવા યજ્ઞને આખા ટંકારા તાલુકાની જનતા એ વધાવ્યો છે અને યુવાનોના સારા સ્વાથ્યની પણ શુભકામના પાઠવેલ છે.

અત્યાર સુધી ૧૫૦થી વધુ લોકોને મદદ કરેલ છે નથુભાઈ કડીવાર દ્વારા વધુ જણાવેલ કે ઓકિસજનની બોટલની જો વધુ જરૂર જણાશે તો તેની પણ સગવડ ઉભી કરી દેવામાં આવશે અને ગરીબ દર્દીને મફતમા દવા આપવામાં આવશે. આ તકે ટંકારાના માજી સરપંચ કાનભાઈ ત્રિવેદી યુવા ભાજપના ભવિનભાઈ સેજપાલ, રાજુભાઇ મહેતા અને તમામ ગ્રામજનોએ નથુભાઈ કડીવારનો આભાર વ્યકત કરેલ છે.

(11:48 am IST)