Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોન્ટ્રાકટ પ્રથાના નિર્ણય સામે દામનગર પાલિકાના સફાઇ કર્મચારીઓની રેલી

(વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા. ૧ : દામનગર શહેરના તમામ સફાઈ કર્મચારીઓ કોન્ટ્રાકટર પ્રથાથી સફાઈ સેવા આપવાના પાલિકાના નિર્ણયથી નારાજ થઈ પાલિકા ખાતે મોરચો લઈ ગયા છે.

ઘણા સમયથી દામનગર પાલિકા તંત્ર અને સફાઈ કર્મચારીઓ વચ્ચે સંકલન તૂટી જતા શહેરની સફાઈ વ્યવસ્થાને અસર પહોંચી રહી છે વારંવાર સફાઈ વ્યવસ્થા બંધ મુખ્ય બજારની સફાઈ સેવા બંધ રહેવાની ઉઠતી ફરિયાદોથી પાલિકાના શાસકોના રાજ હઠ કે મનમાનીનો ભોગ શહેરીજનો બની રહ્યા છે.

એક બાજુ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનો પાછળ કરોડનું બજેટ અને સફાઈ અભિયાનોની મુહિમો ચલાવાય રહી હોય ત્યારે દામનગર પાલિકા તંત્ર નો વિચિત્ર નિર્ણય શહેરની સફાઈ કોન્ટ્રક બેજ થી કરાવવા માટે જાહેરાત બહાર પાડી અન્ય ખાનગી એજન્સીને સફાઈ કોન્ટ્રક આપતા શહેરભર ના સફાઈ કર્મચારી ઓનો પાલિકા ખાતે મોરચો કાઢયો હતો.

શુ કોન્ટ્રાક સફાઈ કર્મચારી ઓ બહાર થી આવશે ? નિયમિત સફાઈ સમય સર થશે ? પાલિકા તંત્ર અને સફાઈ કર્મચારી સાથે જે વિવાદ હોય તે તુરંત ઉકેલ આવે અને શહેરની નિયમિત સફાઈ વ્યવસ્થા શરૂ રહે તે જરૂરી છે ઘણા સમયથી પાલિકા અને સફાઈ કર્મચારી ઓ વચ્ચે મતભેદ ચાલી રહ્યાનું જગ જાહેર છે મુખ્ય બજારોની સફાઈ બંધ રાખી ખુલ્લા મેદાનો આર એન્ડ બી સરકારી પડતર ગૌચર નદી નાળાના પટ સાફ કરાવતું પાલિકા તંત્ર અને સફાઈ કર્મચારીઓ વચ્ચે વારંવાર ઘર્ષણ થતા અંતે પાલિકાનો રાજ હઠ કોન્ટ્રક બેજથી સફાઈ સેવા કરાવવાનો નિર્ણય કરતા નારાજ સફાઈ કર્મચારી ઓનો મોરચો નીકળ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં કાયમી સફાઈ ન થતા મુખ્ય બજારોમાં રવિવારે સફાઈ સેવા બંધ રાખતો વિચિત્રનો વહેલી તકે અંત આવે અને શહેરની પૂર્વવત સફાઈ સેવા ચાલતી રહે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

(12:00 pm IST)