Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

લોધિકા સામૂહિક આરોગ્ય કેન્દ્રને ૫૦૦ ટેસ્ટ કીટ આપતી લોધીકા ગ્રામપંચાયત

ખીરસરાઃ અત્યારે કોરોના માહમારી ની બીજી લહેર ગ્રામ્ય વિસ્તારોમાં ઝેટ ગતિએ આગળ વધી રહેલ હોવાથી ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રો મા કોરોના ટેસ્ટ માટેની એનટીઝન રેપિડ ટેસ્ટ કિટની અછત જોવા મળતા ટેસ્ટ કીટ અને કોરોના ની દવા ખરીદી માટે તાલુકા ની જે સધ્ધર ગ્રામપંચાયતો છે તે તાલુકાની જનતા માટે જરૂરી આરોગ્ય ની સુવિધા ની વસ્તુઓ ખરીદવા મા આગળ આવી રહેલ છે તેમાંની તાલુકા કક્ષાની લોધીકા ગ્રામપંચાયત ના જાગૃત સરપંચ શ્રી જેન્તીભાઇ વસોયા દ્વારા ૫૦૦ ટેસ્ટ કીટ ગ્રામપંચાયત ના સ્વ ભંડોળ મા થી ખરીદીને લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્રો ને આપવામાં આવેલ આ પ્રસંગે લોધીકા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત સદસ્ય ભરતસિંહ જાડેજા ઉપસરપંચ રાહુલસિહ જાડેજા સભ્ય કિશોરભાઈ પીપળીયા પ્રવિણભાઇ સખીયા ધીરૂભાઈ વડોદરા શગરામભાઇ શિયાળ સાબુદીન થોભાણી મનસુખભાઈ ખીમસુરીયા નાથાભાઈ ધાડા મનોજભાઈ ચાવડા તલાટી મંત્રી વાધેલાભાઇ ઉપસ્થિત રહેલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને આ ટેસ્ટ કીટ આપવામાં આવેલ.(તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇઃ ખીરસરા)

(11:43 am IST)