Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

આજે- કાલે બપોર બાદ છુટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની શકયતા

સૌરાષ્ટ્ર- કચ્છ ઉપર સાયકલોનિક સરકયુલેશનની અસરથી

રાજકોટઃ હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું છે કે નોર્થ અરેબીયન સી માં રહેલું સાયકલોનિક સરકયુલેશન હાલ સૌરાષ્ટ્ર- કચ્છ ઉપર છવાયેલ છે. જો કે તે એટલું બધું પાવરફૂલ નથી. જેની અસરથી સૌરાષ્ટ્ર- કચ્છના છુટાછવાયા વિસ્તારોમાં આજે અને આવતીકાલે બપોર બાદ ગાજવીજ કરા સાથેના વરસાદની શકયતા છે. સોમવારથી વાતાવરણ ચોખ્ખુ થઈ જશે. જો કે હાલ મહતમ તાપમાન ૪૦ થી ૪૨ ડીગ્રી આસપાસ જળવાઈ રહેશે. સામાન્ય રીતે ૧૫ મી મેં બાદ પ્રિમોન્સુન એકટીવીટી થતી હોય છે. જો કે હાલ સિસ્ટમ્સની અસરથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. તેમ હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું છે.

(11:40 am IST)