Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કાલાવાડના મોટાવડાળા ગામે તસ્કરો ત્રાટકયાઃ ૭૧ હજારની ચોરીઃ જામજોધપુરમાં ક્રિકેટનો સટ્ટો

જામનગર, તા.૧: કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સાદાભાઈ સતારભાઈ ગનીભાઈ પોપટપૌત્રા એ ફરીયાદ નોધાવી છે કે, મોટાવડાળા ગામે આવેલ સંજરી ટેલીકોમ નામની દુકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે આવી કોઈ હથીયાર વડે બળપ્રયોગ કરી દુકાનનું શટ્ટર ઉચું કરી તથા શટ્ટરના ઉંબરાના ભાગે લાદી ખોદી દુકાનમાં અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ રીયલ મી કંપનીના નવા બે મોબાઈલ કિંમત રૂ.૧૯૦૦૦/– તથા ટેન્કનો કંપનીના નવા બે મોબાઈલ કિંમત રૂ.રર,૦૦૦/– તથા વી.વો. કંપનીનો એક નવો મોબાઈલ જેની કિંમત રૂ.૧૩,૮૦૦/– તથા ટેબલના ખાનામાં રાખેલ એક ટેન્કનો કંપનીનો જુનો મોબાઈલ કિંમત રૂ.૪૦૦૦/– તથા બે સેમસંગ કંપનીના જૂના મોબાઈલ કુલ કિંમત રૂ.૮૦૦૦/– તથા મોબાઈલ એસેસરીઝના બે વાયરલેશ હેડફોન કિંમત રૂ.૬૦૦/– તથા ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂ.૧૩૦૦/– તથા સંજરી રેડીમેઈટ નામની દુકાન માંથી નાના બાળકોના શર્ટના બે બાંધા જેની કુલ કિંમત રૂ.ર,૦૦૦/– તથા બે લેપટોપ બેગ (થેલા) જેની કુલ કિંમત રૂ.૪૦૦/– મળી કુલ કિંમત રૂ.૭૧,૧૦૦/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. અનોપસિંહ ભીખુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બાલવા રોડ પર આવેલ રાધે હોટલની સામે રોડના કાંઠે આરોપી વિજય ઉર્ફે યુ.વી. દાદુભાઈ વાઢેર એ મેચના સોદાઓ હારજીત કરી એક મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/– રોકડા રૂ.પ૬૦/– મળી કુલ રૂ.૧૦,પ૬૦/– સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી કુણાલ કાંજીયા ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા ૬ ઝડપાયા

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  દિ.પ્લોટ–૬૧ માં આશાપુરા મંદિર પાસે, જામનગરમાં આરોપીઓ વિરલ મનસુખભાઈ નંદા, વિશાલ તુલસીદાસ હરબડા, દિપક મનજીભાઈ ખીચડા, કલ્પેશ વાલજીભાઈ માવ, ચંદ્રેશ કાંતીભાઈ શેઠીયા, દિપ કિશોરભાઈ કટારમલ,  જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૧,૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જી.જી.હોસ્પિટલ માંથી મોટરસાયકલ ચોરાયું

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ મોહનભાઈ મઘોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલ વચ્ચેના ગેઈટની સામે, એસ.ટી.ડી.પી.સી.ઓ. પાસે પોતાનું સફેદ કલરનું એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–સી.એ.–૦૧૬૮ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/– નું કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

આંકડા લખતો ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદીપભાઈ વસંતભાઈ બારડ એ ફરીયાદ નોંધાવી છે કે, નાગનાથ સર્કલ પાસે, જામનગરમાં આરોપી ચંદુલાલ બાબુલાલ ખેતાણી એકટીવા રજી. નં. જી.જે.–૧૦–સી.કયુ–૩૧૩૬ પર બેસીને વર્લીમટકાના આંકડા લખેલ સ્લીપ તથા બોલપેન તથા રોકડા રૂ.૧,ર૪૦/– તથા એકટીવા મોટરસાયકલ જેની કિંમત રૂ.૩પ,૦૦૦/– મળી કુલ રૂ.૩૬,ર૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બે બોટલ સાથે ઝડપાયો

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભુપેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે. કે, એસ્સાર ટાઉનશીપ ની સામે શીવહરી હોટલના ખુણા પાસે રોડ પર આરોપી વિશાલ વાસુદેવભાઈ બુજડ એ દારૂની કુલ બોટલ નંગ–ર, કુલ કિંમત રૂ.૧,૦૦૦/ની પોતાના કબ્જામાં રાખી ઝડપાઈ ગયેલ છે.

(11:11 am IST)