Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કેશોદના સોંદરડામાં કોરોના ચેઇન તોડવા આઇસોલેટ વોર્ડ ઉભો કરાયો

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧ :.. રાજય સરકારના કોરોના ચેઇન તોડવા અભિગમ હેઠળ ગ્રામ્ય લેવલે આઇસોલેટ વોર્ડ ઉભા કરવાના આદેશ મુજબ કેશોદ તાલુકાના સોંદરડા ગામની પ્રાથમિક શાળામાં ૧પ બેડના આઇસોલેશન બેડ ઉભો કરાયો છે. આમ કેશોદ પંથકનું સોંદરડા આઇસોલેશન વોર્ડ ઉભો કરનાર પ્રથમ ગામ બનેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા રાજય સરકારના કોરોના ચેઇન તોડવા અભિગમ હેઠળ ગ્રામ્ય લેવલે આઇસલેટ વોર્ડ ઉભા કરવાનો પરિપત્ર અંતર્ગત સોંદરડા ગામની પ્રાથમિક શાળામાં ૧પ બેડના આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. સોંદરડા ગામમાં ગામના કાર્યકરોની મદદથી સ્વચ્છ વાતાવરણ સાથેનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે ઘેર સારવાર લેતા કોરોના પોઝીટીવ દર્દીઓ આઇસોલેટ વોર્ડમાં આવવા તૈયાર નથી. સરપંચે ગામના આગેવાનો સાથે મીટીંગ યોજી ગામમાં આઇસોલેટ વોર્ડ ઉપલબ્ધ થયેલ છે ત્યારે દર્દીઓને આઇસોલેટ થવા સમજાવશે તેવું જાણવા મળેેલ છે.

(10:37 am IST)