Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ખરા અર્થમાં રોજુ રાખ્યું

ગોંડલના કાર ચાલક મુસ્લિમ યુવાને ભૂખ્યા તરસ્યા રહી ઉમરાળીના પરિવારને રાજકોટમાં સ્વજનના અંતિમ દર્શન કરાવ્યા

ગોંડલ તા. ૧ : કોરોના કાળમાં માનવી એ ન જોયા હોય તેવા દિવસો જોવા મળી રહ્યા છે. ગોંડલ તાલુકાના ઉમરાળી ગામે રહેતા પરિવારના સ્વજનનું રાજકોટ મોડી રાત્રે હોસ્પિટલમાં કોરોનાથી નિધન થતા પરિવારને તુરંત રાજકોટ પહોંચવા જણાવામાં આવ્યું હતું. બે યુવાનો નાના ગામમાં વાહનની વ્યવસ્થા ન થતા રાત્રીના બે વાગ્યે ગોંડલ દોડી આવ્યા હતા જયાં સેવાભાવી આગેવાનોએ ટેક્ષીની વ્યવસ્થા કરવી આપી હતી. બે કલાકમાં પરત આવવાનું હતું પરંતુ દવાખાને અને સ્મશાને ખાસો સમય વીતવા લાગતા ટેકસી ચાલક મુસ્લિમ યુવાને કહ્યું હું ભૂખ્યો તરસ્યો રોજુ રહી લઈશ તમે તમારા સ્વજનની અંતિમવિધિ શાંતિથી કરી લેજો મુસ્લિમ યુવાનની આવી દિલેરી ખરેખર સરાહનીય ગણાય.

ગોંડલ તાલુકાના ઉમરાળી ગામના આધેડ રાજકોટ કોરોનાની સારવાર લઈ રહ્યા હોય મોડી રાત્રે અવસાન થતાં હોસ્પિટલ તંત્ર દ્વારા મોઢું જોવા તુરંત પહોંચવાનું જણાવાયું હતું પરિવારના મોભીના મોતથી દુઃખી પરિવાર નાના ઉમરાળી ગામમાં વાહનની વ્યવસ્થા કરી શકયો ન હતો તેથી બે યુવાનો ટેક્ષી માટે ગોંડલ દોડી આવ્યા હતા. રાત્રી લોકડાઉનના કારણે ગોંડલમાં બધું બંધ હોય ચિંતામાં રખડતા ભટકતા યુવાનો ઉપર આગેવાન ઇકબાલભાઈ કૈડાનું ધ્યાન જતા સઘળી વિગત જાણી દેવપરામાં રહેતા રઈસભાઈ યુનુસભાઈ રંગરેજની આર્ટિગા ગાડી ભાડે બાંધી આપી હતી અને પ્રવીણભાઈ રૈયાણી દ્વારા વ્યાજબી ભાડું લેવાનું જણાવાતાં કાર ચાલકે કહ્યું ભાડું આપે તો પણ ભલું અને ન આપે તો પણ ભલું રોજુ રહેવાનું છે ઝડપથી પાછું આવવું છે પરંતુ દવાખાને અને સ્મશાને ખાસો સમય લાગી જતા કાર ચાલકે કહ્યું હું ભૂખ્યો તરસ્યો રોજુ રહી લઈશ તમે શાંતિથી સ્વજનો મોઢું જોઈ લો અને અંતિમવિધિ કરી લો મુસ્લિમ યુવાનની આવી દિલેરી ખરેખર સરાહનીય ગણાય.

(12:11 pm IST)