Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

મોરબી જીલ્લામાં વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝ બાબતે વર્કશોપ

મોરબી જીલ્લામાં વેકસીન પ્રિવેન્ટેબલ ડીસીઝ બાબતે યોજાયેલ વર્કશોપમાં આયોજન અંગેની ખામીઓ દુર કરી રસીકરણ કામગીરીને ખુબ જ સારી થાય થાય અને મોરબી જીલ્લામાં રસીકરણ કરીને અટકાવી સકાય તેવા ડીપ્થેરિયા, પર્તુસીસ, ટીટેનસ (ધનુર) જેવા રોગોને અટકાવવામાં સફળતા મળે તે માટે વર્કશોપમાં જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જીલ્લા પંચાયતના સભાખંડમાં વી પી ડી સર્વેલન્સ વર્કશોપમાં જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા તેમજ અધિક આરોગ્ય અધિકારી ડો. ડી વી બાવરવા, જીલ્લા આર સી એચ અધિકારી ડો. વી એલ કારોલીયા તેમજ આરોગ્ય શાખાના અધિકારીઓ, મેડીકલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા આ સમયે ડબલ્યુ એચ ઓ ના પ્રતિનિધિ ડો. અમોલ ભોસલેએ આગામી સમયમાં વેકસીનથી અટકાવી સકાય તેવા રોગોને અટકાવવા માટે શું કરવું તે અંગેની યુદ્ઘનીતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વર્કશોપ યોજાયો તે તસ્વીર.

(11:49 am IST)