Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ઉપલેટામાં કૌટુંબિક ઝઘડામાં ભાયાભાઇ ઉપર કુહાડીના રર ઘા ઝીંકનાર સાઢુભાઇ અને પુત્રની શોધખોળ

ગંભીર હાલતમાં ભાયાભાઇ નારણભાઇ ગાંગલીયા રાજકોટ-સારવારમાં

ઉપલેટા, તા. ૧ :  અહિયા કૃષ્ણ ઓઇલ કેઇક ચોક પાસે પોરબંદર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ સીયારામ હોટલ પાસે એક સાઢુભાઇએ કુહાડીઓના ઉપરાછાપરી ઘા મારી સગા સાઢુભાઇએ બીજા સાઢુભાઇને જાનનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યાનો બનાવ ઉપલેટાના આહિર પરિવારમાં બનતા આ બનાવ આખા શહેરમાં ચર્ચાનો વિદાય બનેલ છે.

કાલે બપોરના સમયે હોન્ડા-મોટર સાયકલમાં ભાયાભાઇ નારણભાઇ ગાંગલીયા (ઉ.વ.૪૦) આશરે વાળો- સીયારામ હોટલ પાસેથી જતો હતો ત્યારે ત્યા અગાઉથી ઉભેલા વિજય કરશન સોલંકી રે. યોગેશ્વર નગર ઉપલેટા વાળાએ ભાયો મોટર સાયકલમાં રોડ ઉપર નીળકતાં તેમની ઉપર લાકડી કે કુહાડી જેવા હથિયારથી ઘા કરતા ભાયો મોટર સાયકલમાંથી પડી જતા વિજય સોલંકીએ હાથમાં રહેલ કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારથી-ભાયાના શરીરમાં ઉપરા છાપરી ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી વિજય ભાગી જતા લોકોના ટોળા એકઠાં થઇ ગયેલ હતા અને એબ્યુલન્સ બોલાવી ડો. પીયુષ કણસાગરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જવાથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે.

આ બનાવ અંગે ડો. પીયુષ કણસાગરાનો સંપર્ક કરતા તેઓએ ભાયોને કુહાડીના રર ઘા માર્યા હોવાનું જણાવેલ હતું.

આ બનાવ કૌટુંબિક ઝગડો હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવેલ છે. હુમલાનો ભોગ બનનાર અને હુમલો કરનાર બન્ને આહિર પરિવારના છે જયારે આ બન્નેએ જેમની સાથે લગ્ન કરેલ છે તે દરબાર પરિવારની બન્ને બહેનો છે અને તેમના માવતર જુનાગઢ રહેતા હોવાનું બહાર આવેલ છે.

જાણવા મળ્યા આજથી ૧પ દિવસ પહેલા ભાયાએ ત્રણ ચાર વ્યકિતને સાથે રાખીને વિજય ઉપર ધોકા પાઇપથી હુમલો કરેલ હતો ત્યારે જ વિજય કહેતો હતો કે જો હું બચી જઇશ તો તેને મારી નાખીશ. આ બનાવ પણ જાહેરમાં બન્યો હતો પણ તેમનો કોઇ ગુન્હો દાખલ થયેલ નહોતો.

દરમિયાન છેલ્લા બે દિવસ થયા વિજય બનાવ વાળા સ્થળે બેસીને ભાયાનો આ નિકળવાનો રસ્તો હોય રાહ જોતો હતો. ગઇકાલે પણ વિજયે આ સ્થળે ભાયાની રાહ જોઇ હતી પણ કાલે નીકળેલ નહતો આજે નિકળતા વિજયે ભાયા ઉપર જીવલેણ હુમલો કરેલ હતો.

ભાયા ગાગીયા હુમલાનો ભોગ બનનાર ટ્રક ડાઇવર તરીકે નોકરી કરે છે વિજય ખેતી કામ કરે છે જયારે  વાયરલ થનાર વિડીયોમાં વિજયના પિતા કરશનભાઇ સોલંકી પણ લાકડીના ઘા મારતા દેખાય છે તેઓ અનાજની ગાડીઓ ઉતારવાની છુટક મજુરી કામ કરે છે.

આ પ્રકરણમાં આરોપી પિતા-પુત્ર નાશી છુટયા છે અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ભાયાભાઇ ગાંગલીયા (આહિર) રાજકોટ સારવારમાં છે આ બનાવ અંગે પીએસઆઇશ્રી વસાવાએ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)