Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

અખબારી અહેવાલનો પડઘો

કોડીનાર એસ.ટી. ડેપો પાસે ગેરકાયદે દોડતી ટાટા મેજીક સામે પગલાઃ ૮ ગાડી ડીટેઇન

કોડીનાર તા.૧: કોડીનાર શહેરમાં ટાટા મેજીક ગાડીઓના ત્રાસ અંગેના અખબારી અહેવાલો બાદ જાણ કે ટ્રાફિક પોલીસ નિંદ્રામાંથી સફાળી જાગી હોય તેમ છેલ્લા ૩ દિવસમાં ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે સઘન ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઇ છે.

કોડીનાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટાટા મેજીક વાહનચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોની એસીતેસી કરી બસ સ્ટેન્ડ સામેથી જ પેસેન્જરો ભરતા હોય એસ.ટી. દ્વારા અવારનવાર રજુઆતો કરાયા બાદ અને ટાટા મેજીક વાહન ચાલકો દ્વારા ભાડામાં પણ બેફામ લૂંટ ચલાવાઇ રહી હોય અને આ લોકો દ્વારા અવાર નવાર નાની મોટી ચકમક ઝરતી હોવાનાં અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયાં બાદ કોડીનાર ટ્રાફિક પોલીસ દ્વારા બે ડેપો, પાણી દરવાજા સહિતના વિસ્તારોમાં ટાટા મેજીક વાહનો સામે સઘન કાર્યવાહી કરી ૮ થી વધુ ટાટા મેજીક વાહનો ડિટેઇન કર્યા છે.

હજુ પણ પોલીસ દ્વારા કોઇની પણ શેહ શરમ રાખ્યા વિના આવા વાહન ચાલકો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે.

(9:38 am IST)