Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

દેવભૂમિ દ્વારકામાં ગત વખતે દુઃખદ ઘટના બનેલ ત્‍યાં આ વખતે જયશ્રી રામના નારા લાગ્‍યા

શોભાયાત્રામાં કોમી ઍખલાસ જાવા મળી

દેવભૂમિ દ્વારકા ખાતે ગયા વખતે જે મસ્‍જિદ પાસે જે દુઃખદ ઘટનાઓ બની તેના સ્‍થાને આ વખતે જયશ્રી રામના નારા સાથે ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું અને હાર તથા ખેસ પહેરાવીને સન્‍માન કરવામાં આવ્‍યું. આખી શોભાયાત્રાને ઠંડા પીણા પીવડાવવામાં આવ્‍યા. આંબેડકર ચોક પાસે દલિત સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું અને શોભાયાત્રાના આગેવાનો અને સંતોએ દલિત સમાજના આગેવાનોને ખેસ પહેરાવીને બિરદાવ્‍યા હતા. વેપારીઓએ ચિપ્‍સ ખવડાવી. લોહાણા સમાજ, બ્રહ્મસમાજ, ગૂગળી બ્રાહ્મણોએ પૂર્વ દરવાજા ખાતે સ્‍વાગત કર્યું હતું.

આમ દ્વારકામાં રામનવમી શોભાયાત્રામાં કોમી એખલાસ જોવા મળેલ. મુસ્‍લિમ સમુદાય દ્વારા રામભકતોનું સન્‍માન કરી, હિંદુ ભાઇઓને ભેટી, અભિવાદન કરવામાં આવેલ. સમગ્ર આયોજન એસ.પી. શ્રી નિતેશ પાંડે, ડીવાયએસપી શ્રી સમીર સારદા, પી.આઇ. પૃથ્‍વીરાજસિંહ પરમારના શુભ પ્રયાસોથી અને સુપેરે સંપન્‍ન થયેલ. (દિપેશ સામાણી, ઓમ થોભાણી - દ્વારકા)

(1:57 pm IST)