Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

જૂનાગઢ જિલ્લાના અર્ધો ડઝન નાયબ મામલતદારની અરસપરસ ટ્રાન્‍સફર

કલેકટરની બદલી થયાના દિવસે જબે નાયબ મામલતદારને અન્‍ય ચાર્જ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧ : જૂનાગઢ જિલ્લાના અર્ધો ડઝન નાયબ મામલતદારની તત્‍કાલીન કલેકટર રચિત રાજ દ્વારા અરસપરસ ટ્રાન્‍સફર કરવામાં આવી છે. બે નાયબ મામલતદારને અન્‍ય ચાર્જ સોંપાયો છે.

ગઇ કાલે જૂનાગઢ જિલ્લા કલેકટરની રાજયના ૧૦૯ આઇએએસ અધિકારીઓ સાથે બદલીનો હુકમ થયેલ. ત્‍યારે જૂનાગઢ કલેકટર દ્વારા શુક્રવારે છ નાયબ મામલતદારની આંતરિક બદલીનો આદેશ કરવામાં આવ્‍યો હતો.

જેમાં જૂનાગઢ પ્રાંચ કચેરીના એડિશ્‍નલ નાયબ મામલતદાર એ.એ.મુલચંદાણીને જૂનાગઢ ગ્રામ્‍ય મામલતદાર કચેરીમાં મુકવામાં આવ્‍યા છે.

વંથલી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર (દબાણ) પી.એસ.હડીયાની વંથલી સર્કલ ઓફિસર તરીકે જૂનાગઢ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીના જે.બી.હુણની જૂનાગઢ ગ્રામ્‍ય મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે માણાવદર, મામ. કચેરીમાં નાયબ મામ. (દબાણ) કે.એ.ભેટારીયાની માણાવદર સર્કલ ઓફિસર તરીકે, નાયબ  જિલ્લા ચૂંટણી અધિકારી કચેરીના જે.આર.ધગલની નાયબ મામ. (ચુંટણી) તરીકે અને નાયબ જિલ્લા ચુંટણી અધિકારી કચેરીના નાયબ મામ. જે.બી. ડઢાણીયાની કલેકટર કચેરીના નાયબ મામ. (મહેકમ-બે) તરીકે બદલી કરવામાં આવેલ છે.

જે.બી. ડઢાણીયાને જિલ્લા આયોજન કચેરીના નાયબ મામલતદારનો અને જે.આર. ધગલને ઝોનલ કચેરીનાં ઝોનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્‍યો છે.

(2:59 pm IST)