Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

શિહોરના કૃષ્‍ણપરા ગામે યોજાઇ શ્રી ધાન્‍ય યાત્રા

પોષણ પખવાડિયા નિમિત્તે સિહોર તાલુકાના કૃષ્‍ણપરા ગામે શ્રી ધાન્‍ય યાત્રા યોજાઈ ગઈ. સંકલિત બાળવિકાસ યોજના કચેરીના અધિકારી શ્રી હેમાબેન દવેના માર્ગદર્શન સાથે આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળા આચાર્ય મનસુખભાઈ સાસાણી, શિક્ષકો કનુભાઈ મુંધવા, પ્રવીણભાઈ ચૌહાણ, સંદીપભાઈ મકવાણા તથા  ગીતાબેન પરમારના સંકલન સાથે આંગણવાડી વિભાગના સવિતાબેન ગોહિલ, જીતેશભાઈ ચોવટિયા, આંગણવાડી કેન્‍દ્રના કાજલબેન ગોહિલ,  જયશ્રીબેન રાઠોડ અને શ્રી નિધીબેન ભટ્ટ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. સરપંચ  હરિશંગભાઈ ગોહિલની વિશેષ ઉપસ્‍થિત સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.(મુકેશ પંડિતઃ ઇશ્‍વરીયા)

(1:55 pm IST)