Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

થાનગઢમાં ગેરકાયદે હથિયારો સાથે પકડાયેલ ત્રણ શખ્‍સોને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

સુરેન્‍દ્રનગર તા. ૧ : થાનગઢ ખાતે નવ વર્ષ પહેલા ૨૦૧૪માં ગેરકાયદે હથિયારના કેસમાં ઝડપાયેલા ત્રણ શખ્‍સોને થાન કોર્ટે બે વર્ષની જેલની સજા અને રૂા.બે હજાર દંડ ફટકારતો ચુકાદો આપ્‍યો છે.

૨૦૧૪માં થાનગઢ પોલીસે પેટ્રોલીંગ દરમ્‍યાન મહાલક્ષ્મી શેરીમાંથી દિગ્‍વીજયસિંહ હેમંતસિંહ ઝાલા નામના શખ્‍સને ગેરકાયદે તમંચા સાથે ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા તેણે આ હથિયાર ચોટીલાના પરબડી ખોડીયાર આશ્રમમાં રહેતા ગુલાબસંગ ઉર્ફે શિવનંદજી સરસ્‍વતી ગુરૂ  માધવાનંદ સરસ્‍વતી જાલમસંગ રાઠોડ પાસેથી મેળવ્‍યા હોવાનું ખુલ્‍યું હતુ! પોલીસે શિંવાનંદજીની ધરપકડ કરીને પુછપરછ કરતા તેઓએ આ હથિયાર આણંદપુરના વસ્‍તાભાઈ ભનુભાઈ જોગરાણા પાસેથી વેચાણ લીધુ હોવાનું ખુલ્‍યુ હતું! પોલીસે ત્રણેય શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો હતો. થાનગઢ કોર્ટમાં તાજેતરમાં આ કેસ ચાલી જતા જજ એ.એફ.અંસારીએ દિગ્‍વીજયસિંહ, શિવાનંદજી અને વસ્‍તાભાઈને કસુરવાર ઠેરવીને બે-બે વર્ષની જેલની સજા અને રૂા. બે-બે હજાર દંડ ફટકારતો ચુકાદો આપ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે.

(3:08 pm IST)