Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

મેંદરડા ખાખી મઢી રામજી મંદિરે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ

દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧ : મેંદરડા ખાતે આવેલ ખાખી મઢી રામજી મંદિર કે જયા છેલ્લા ૪ દાયકાઓથી ધર્મોત્‍સવ  ઉજવવામાં આવે છે અને સનાતન ધર્મની પરંપરા ઉજાગર થાય છે તેવા આ મંદિરના  મહંત પુ. સુખરામદાસજી બાપુ દ્વારા રામનવમી જન્‍માષ્‍ટમી સહીત અનેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે અને વર્ષ દરમ્‍યાન ભાગવત સપ્તાહ દેવી ભાગવત રામકથા સહીતના આયોજનો દ્વારા લોકોને ભકિત રંગે રંગે રાષ્‍ટ્રવાદ ભકિત રંગે રંગાય છે.

પુ.સુખરામદાસજી બાપુએ જણાવ્‍યું હતું કે આગામી તા.૮ એપ્રિલ શનીવારથી તા.૧૪  એપ્રિલ શુક્રવાર સુધી શ્રીમદ દેવી ભાગવતી સપ્તાહનું મેંદરડા ખાખીમઢી રામજી મંદિરે આયોજન કરાયું છે. જેમાં દરરોજ બપોરે ૩ થી ૬ આંતરરાષ્‍ટ્રીય ભાગવતાચાર્ય પુ.શ્રી પંકજભાઇ વ્‍યાસ (ધરમપુર) વાળા પોતાની આગવી શૈલીમાં સંગતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે.

તા.૮ ને શનિવારે શોભાયાત્રા નિકળશે  અને દિપ પ્રાગટય સાથે દેવી ભાગવતનો પ્રારંભ થશે અને કથા દરમ્‍યાન જન્‍મેજય રાજાની કથા (મહાભારત) નવરાત્રી અનુષ્‍ઠાનનું મહાત્‍મય મણીદ્વિપનું વર્ણન શુકદેવજીનું જીવન ચરિત્ર શ્રી રામકથા તથા કૃષ્‍ણ મહોત્‍સવ બાળલીલા રૂક્ષ્મણી વિવાહ આદ્યશકિત જગદંબા પ્રાગટય મહિસાસુર વધ જાલંધરનો વધ શાલીગ્રામ વિવાહ સહીતના  પ્રસંગો ઉજવાશે તેમજ દરરોજ રાત્રે  સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે અને તા.૧૪ ના રોજ કથા વિરામ બાદ સાંજે ૭ કલાકે સમસ્‍ત ગામનો ધુવાડાબંધ  જમણ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા પુ. સુખરામદાસબાપુ  અને સેવક પરિવાર જહેમત ઉઠાવી રહયો છે.

(1:47 pm IST)