Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

ઉનામાં ઉશ્‍કેરાયેલા ટોળા દ્વારા રસ્‍તા રોકોના પ્રયાસના બનાવ બાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૧ : રામનવમીએ વેરાવળમાં વકતા કાજલબેન હિન્‍દુસ્‍તાનીના પ્રવચનમાં કેટલાંક અંશે સંબંધે મુસ્‍લિમના કેટલાંક આગેવાનોએ રોષ વ્‍યકત કરીને ઉનાના વડલા ચોકમાં રસ્‍તા રોકોના પ્રયાસ કરતા આ બનાવ સંબંધે પોલીસ સ્‍ટેશનમાં હિન્‍દુ અને મુસ્‍લિમ આગેવાનોની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક આજે યોજાનાર છે.

વેરાવળમાં રામનવમીએ વકતા કાજલબેન હિન્‍દુસ્‍તાનીના પ્રવચનનાં કેટલાકં અંશ સંબંધે મુસ્‍લિમ આગેવાનોએ રોષ વ્‍યકત કરીને ઉના વડલા ચોકમાં રસ્‍તા રોકોના પ્રયાસ કર્યો હતો અને તે સમયે પોલીસ આવી જઇને પરિસ્‍થિતી કાબુમાં લઇ લીધી હતી. રસ્‍તા રોકોના બનાવ બાદ શહેરમાં કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતી કાબુમાં છે અને શહેરમાં શાંતિ છે.

વડલા ચોકમાં રસ્‍તા રોકોના પ્રયાસના બનાવ અંગે આજે પોલીસ દ્વારા પોલીસ સ્‍ટેશનમાં હિન્‍દુ અને મુસ્‍લીમ સમાજના આગેવાનોની બેકઠનું આયોજન કરેલ છે.

(1:46 pm IST)