Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

ઉપલેટામાં બ્રહ્મચારી બાપુની ૫૩મી નિર્માણ તિથિમાં વિવિધ કાર્યક્રમ

(કૃષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા, તા.૧: ઉપલેટા અહીંયા સ્‍વામિનારાયણ સોસાયટી પાસે આવેલ બ્રહ્મચારી બાપુની જગ્‍યામાં તેમની ૫૩મી નિર્માણ તીથી નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં આજે સવારે ૯:૦૦ વાગે યજ્ઞ ૯:૩૦ વાગ્‍યે બટુક ભોજન સાંજે ચાર વાગે બીડુ હોમવામાં આવશે ૪:૩૦ વાગ્‍યે સત્‍યનારાયણની કથા તથા રાત્રે ૯ વાગ્‍યે રામ ધુન રાખવામાં આવેલ છે. આયોજક તરફથી સર્વ ધર્મ પ્રેમી જનતાએ લાભ લેવા એક અપીલ કરવામાં આવેલ છે.

(1:44 pm IST)