Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

મોટાસુરકા અને વળવડ વચ્‍ચે કાર બાઈક અથડાતા યુવકનું મોત

ભાવનગર, તા.૧: શિહોર તાલુકાના સુરકા અને વળાવડ ગામ વચ્‍ચે આવેલ નવદુર્ગા હોટલ નજીક કાર અને બાઈક વચ્‍ચે અકસ્‍માતની ઘટનામાં અમરગઢ ગામમાં રહેતા યુવાનનું મોત નીપજ્‍યું હતું.

અમરગઢ ગામમાં રહેતા હિંમતભાઈ શંભુભાઈ પરમારનો પુત્ર રિતેશ ઉં.વ. ૧૮  અને તેનો મિત્ર  તેમની મોટરસાયકલ નં.જી.જે.૦૪- એ.સી. ૫૨૪૭ લઈને જઈ રહ્યા હતા ત્‍યારે કાર નં. જી.જે.૦૧ કે.એલ. ૪૦૧૮ સાથે અકસ્‍માત થતાં રિતેશ અને તેના મિત્રને ઇજા પહોંચતા સારવાર અર્થે પ્રથમ સિહોર હોસ્‍પિટલ અને ત્‍યારબાદ ભાવનગર સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવતા રિતેશનું સારવાર દરમિયાન મોત  નીપજ્‍યું હતું.

આ બનાવ અંગે મળતકના પિતાએ  કારચાલક વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(1:44 pm IST)